બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / By offering these 5 leaves on the Shivling in Shravan, Bholenath becomes overjoyed, the coffers will be overflowing.

જ્યોતિષ શાસ્ત્ર / શ્રાવણમાં શિવલિંગ પર આ 5 પત્તાઓ અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે અતિ પ્રસન્ન, તિજોરી છલકાતી રહેશે

Megha

Last Updated: 09:13 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. કેટલાક પાંદડા ભગવાન ભોલેનાથને ખૂબ પ્રિય પણ છે તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન આ પાંદડા જરૂર અર્પણ કરવા જોઈએ.

  • ગુજરાતમાં 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે
  • આખો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે
  • ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન આ પાંદડા અર્પણ કરો 

શિવભક્તો માટે શ્રાવણ મહિનો તહેવાર સમાન છે.હિન્દી કેલેન્ડર મુજબ આજથી એટલે કે 4 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. આખો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને મહાદેવન ભક્તો આ મહિનાની ઘણી રાહ જોઈ રહ્યા છે. શ્રાવણ મહિનામાં આસપાસનો માહોલ ઘણો પવિત્ર થઈ જે છે અને દરેક લોકો શિવની ભક્તિમાં લીન રહે છે. શિવજીનો અભિષેક કરે છે અને તેની પૂજા-અર્ચના કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે.

શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જળાભિષેક અને દુધનો અભિષેક અને રુદ્રાભિષેક કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત છે. ભગવાન શિવની પૂજા, જલાભિષેક, દુગ્ધાભિષેક, દ્વીપ, ધૂપ, ભાંગ/ધતુરા વગેરે કરવામાં આવે છે. વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. કેટલાક પાંદડા ભગવાન ભોલેનાથને ખૂબ પ્રિય પણ છે તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન આ પાંદડા જરૂર અર્પણ કરવા જોઈએ. 

શમીના પાંદડાઃ 
શિવપુરાણ અનુસાર ભગવાન શિવને શમીના પાન ખૂબ જ પસંદ છે. એવી માન્યતા છે કે શિવલિંગની સાથે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શનિ દોષ પણ ઓછો થાય છે. 

દુર્વાઃ 
હિન્દુ ધર્મ ગ્રંથોમાં દુર્વાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર દુર્વા અમૃત સમાન છે. જો તમે શિવલિંગ પર દુર્વા ઘાસ અર્પણ કરો છો, તો તમે લાંબા આયુષ્યની કૃપા મેળવી શકો છો. 

પીપળાના પાન:
જો તમને સોમવારે ભગવાન શિવને અર્પણ કરવા માટે બેલપત્ર ન મળે તો તમે પીપળના પાન પણ ચઢાવી શકો છો. એવી માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન ભોલેનાથની પીપળાના પાનથી પૂજા કરવાથી લોકોના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. 

ભાંગઃ 
ભગવાન શિવના અભિષેકમાં ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તમે શિવલિંગ પર ભાંગના પાન પણ ચઢાવી શકો છો. તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે. 

ધતુરાઃ
ધતુરાના ફળ અને તેના પાંદડા બંને ભગવાન શિવને ખૂબ પ્રિય છે. ફળ ન મળે તો તમે તેના પાન પણ શિવલિંગને અર્પણ કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ