બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Business opportunities are being seen regarding Ayodhya Ram Temple.

તક / મફતમાં હાજમોલા, કોકાકોલામાં મંદિર થીમ! અયોધ્યામાં કમાણીનો અવસર: અંબાણી-અદાણીથી માંડી મોટી મોટી કંપનીઓએ બિઝનેસ માટે કમર કસી

Kishor

Last Updated: 09:12 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર ખુલ્યા બાદ લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં બિઝનેસની મોટી તકો જોવા મળી રહી છે.

  • 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામજન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
  • વેપાર મામલે કોકાકોલા-હજમોલા, અંબાણી-અદાણી અયોધ્યામાં
  • બિઝનેસની મોટી તકો ઉભી થશે

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાસ જેને લઈને દેશમાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે,  ત્યારે UPના અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. 3.5 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં 'રામ મંદિર' ખુલ્યા બાદ લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અયોધ્યા આવે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં બિઝનેસની મોટી તકો જોવા મળી રહી છે.

અયોધ્યાના રામ મંદિરમાં ક્યારે બિરાજમાન થશે રામલલા ! જાહેર થઈ ફાઈનલ તારીખ,  PM મોદીને મોકલાયું આમંત્રણ | Ramlala will be seated in Ayodhyas Ram temple  Final date announced

મફતમાં અપાશે હાજમોલા
ડાબર ગ્રુપએ પોતાના પોપ્યુલર બ્રાન્ડ હાજમોલાને પ્રમોટ કરવાની રણનીતિ અપનાવી છે. 22 ડિસેમ્બર 2024ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનાર મહેમાનોને હાજમોલા મફત આપવામાં આવશે, આ સિવાય કંપની અયોધ્યાના તુલસી ઉદ્યાનમાં એક એક્સપીરિયન્સ સેન્ટર બનાવી રહી છે.. જ્યાં ડાબરની ઘણી પ્રોડક્ટ જેમ લે ઓયલ, હર્બલ ટી, રિયલ જ્યુસ સહિતની વસ્તુઓ લોકો જોઈ શકશે. એટલુ જ નહીં ડાબરે લખનઉ, વારણસી અને ગોરખપુરથી અયોધ્યા આવનાર હાઈવે પર આવી રહેલા ઢાબા સાથે પણ ટાઈ-અપ કરવામાં આવ્યું છે.

કોકાકોલાએ લોન્ચ કરી 'ટેમ્પલ થીમ' 
કોકાકોલાએ તેની વિઝિબિલિટી વધારવા માટે ‘મંદિર થીમ’ લોન્ચ કરી છે. અત્યાર સુધી કંપની તેની બ્રાન્ડિંગમાં હંમેશા 'રેડ' કલરનો ઉપયોગ કરતી હતી. પણ હવે કંપનીએ રેડ કલરના બદલે બ્રાઉન થીમમાં બ્રાન્ડિંગ લોન્ચ કર્યું છે સાથે જ કંપનીએ 'રામ મંદિર' તરફ જતા રસ્તાઓ પર 50થી વધુ વેન્ડિંગ મશીન લગાવ્યા છે. જ્યારે અયોધ્યામાં હજુ 50 જેટલા વેન્ડિંગ મશીનો લગાવવાની વાત ચાલી રહી છે. ETના સમાચાર અનુસાર કંપનીએ અયોધ્યાની દુકાનોમાં નવા બિલબોર્ડ અને કુલર પણ લોન્ચ કર્યા છે.

અદાણી-અંબાણી પણ માર્કેટમાં ઉતરશે
આ મામલે હવે મુકેશ અંબાણીની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડ્ક્ટસ લિમિટેડ અને ગૌૌતમ અદાણીની ફોર્ચ્યુન બ્રાન્ડ પણ કમર કસી રહી છે. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝએ અયોધ્યા સિવાય પોતાના કૈંપાકોલા બ્રાન્ડને ખુબ જ સારી રીતે માર્કેટીંગ કર્યું છે... જ્યારે ઈન્ડિપેંન્ડેંસ બ્રાન્ડને પણ કંપની પ્રમોટ કરી રહી છે. બીજી બાજુ અદાણી વિલ્મર પોતાના ફોર્ચ્યુન બ્રાન્ડની પ્રોડક્ટ્સની વિઝિબિલિટી વધારવા માટે જોર કરી રહી છે. જ્યારે કંપની રામ મંદિરના મહાભોગના સેમ્પલના બહાને પોતાની પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહી છે. આઈટીસી પોતાના મંગલદીપ અગરબતીને અયોધ્યામાં પ્રમોટ કરી રહી છે.

વધુ વાંચો :  BIG NEWS : 'સિંહાસન પર આરુઢ થયા અયોધ્યાના રાજા' ! ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત કરાઈ, નવી તસવીરો વાયરલ

કંપનીઓએ અયોધ્યામાં બ્રાન્ડિંગ માટે માત્ર હોર્ડિંગ્સ જ નથી લગાવ્યા પણ ઘણી જગ્યાઓ પર પોતાના કિયોસ્ક પણ લગાવ્યા છે. આ સિવાય ઘણી કંપનીઓએ સરયૂના તટ પર ચેન્જિંગ રૂમ બનાવ્યા છે. જેના પર તે પોતાનું બ્રાન્ડિંગ કરી રહી છે. બિસલેરી, પારલે, ઈમામી જેવી ઘણી બ્રાન્ડ અયોધ્યા પહોંચી ચુકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ