બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ભારત / Ram Lalla idol placed in 'Garbha Griha' in Ayodhya Ram Mandir

અયોધ્યા મંદિર / BIG NEWS : 'સિંહાસન પર આરુઢ થયા અયોધ્યાના રાજા' ! ગર્ભગૃહમાં મૂર્તિ સ્થાપિત કરાઈ, નવી તસવીરો વાયરલ

Hiralal

Last Updated: 06:06 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના નવા રામ મંદિરમાં ભગવાન રામની મુર્તિને ગર્ભગૃહના આસાન પર સ્થાપિત કરી દેવામાં આવી છે.

  • રામલલ્લાની મૂ્ર્તિને આસાન પર સ્થાપિત કરવામાં આવી
  • 4 કલાકના વિધિ-વિધાન બાદ રામલ્લા આસાન પર બિરાજમાન થયાં 
  • મૂર્તિકાર યોગીરાજ અને ઘણા સંતો હાજર રહ્યાં 

અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આખરે અયોધ્યાના રાજા રામ તેમના સિંહાસન પર બેસી ગયા છે. 4 કલાકના વિધિ-વિધાન બાદ રામલલ્લાની પ્રતિમાને ગર્ભગૃહના આસાન પર સ્થાપિત કરી દેવામાં આવી છે. જોકે મૂર્તિને કપડાંથી ઢાંકી દેવાઈ છે જે 22મીએ થનારી પ્રાણ પ્રતિષ્ઠામાં ખુલશે. 4 કલાક ચાલેલા મંત્રોચ્ચાર અને જાપ બાદ પ્રતિમાને આસાન પર બેસાડવામાં આવી હતી. 

કોણ કોણ હાજર રહ્યું 

ગર્ભગૃહમાં પ્રતિમા સ્થાપિત કરવાની વિધિમાં મૂર્તિકાર યોગીરાજ અને ઘણા સંતોની હાજરીમાં રામલલ્લાની મૂ્ર્તિને આસાન પર સ્થાપિત કરવામાં આવી હતી. 

પ્રતિમા પર કપડાં ઢાંકી દેવાયા
આસન પર સ્થાપિત કરાયા બાદ પ્રતિમાને ચહેરાથી ઢાંકી દેવામાં આવી છે જે 22મી જાન્યુઆરીએ ખુલશે. ઉદ્ઘાટનના 4 દિવસ પહેલા રામ મંદિરની નવી તસવીરો પણ સામે આવી છે. એક તસવીર બહારથી આખા રામ મંદિરના બિલ્ડિંગની છે. બીજી તસવીરમાં દિવાલ પર કોતરવામાં આવેલી શ્રી રામના વિશિષ્ટ ભક્ત હનુમાનજીની પ્રતિમા જોવા મળે છે. ત્રીજી તસવીરમાં શ્રી નારાયણ અને દેવી લક્ષ્મીની મૂર્તિ દિવાલ પર કોતરવામાં આવી છે, જેમાં નારાયણ શયનમુદ્રામાં છે. મંદિરમાં 3 દિવસથી વિધિ ચાલી રહી છે. રામલલા પોતાના ત્રણ ભાઈઓ સાથે જૂના ઘરેથી નવા રામ મંદિર પહોંચ્યા છે. રામલલાની નવી મૂર્તિ પણ રામ મંદિર અયોધ્યા પહોંચી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને 22 જાન્યુઆરીની સવારે સરયૂ નદીમાં સ્નાન કરીને રામ મંદિર જશે, પરંતુ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના યજમાન નહીં હોય, પરંતુ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ શર્મા અને તેમની પત્ની ઉષા મુખ્ય યજમાન બનશે.

ગર્ભગૃહમાં કોણ કોણ રહેશે હાજર 
22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં હાજર રહેનાર પાંચ લોકોના નામ પણ ફાઈનલ થયાં છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિર પ્રમુખ આચાર્ય સત્યેન્દ્ર દાસ સામેલ છે. 

પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું?
પ્રાણ પ્રતિષ્ઠા' એ જૈન ધર્મ અને હિન્દુ ધર્મમાં એક લોકપ્રિય ધાર્મિક વિધિ છે. આ અંતર્ગત કોઈ દેવતાની મૂર્તિને પવિત્ર કર્યા બાદ મંદિર જેવા પવિત્ર સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે. મૂર્તિઓની સ્થાપના સમયે, પૂજારીઓ વૈદિક સ્તોત્રોના જાપ વચ્ચે અનેક ધાર્મિક વિધિઓ કરે છે. પ્રાણ શબ્દનો અર્થ જીવનશક્તિ અને પ્રતિષ્ઠાનો અર્થ થાય છે સ્થાપના. પ્રાણ પ્રતિષ્ઠા અથવા અભિષેક સમારોહનો અર્થ એ છે કે મૂર્તિમાં પ્રાણ ફૂંકવા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ