બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Budget airline company IndiGo announces addition of 500 planes

ઊંચી ઉડાન / ઈન્ડિગોની બિગ ડીલ: એર ઈન્ડિયાને પછાડી એવિએશન સેક્ટરનો સૌથી મોટો ઓર્ડર આપ્યો, 500 એરોપ્લેન ખરીદશે

Kishor

Last Updated: 11:20 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઈન્ડિગોએ એક સામટો 500 પ્લેનનો ઉમેરો કરવાની જાહેરાત કરી ઇતિહાસ રચી દીધો છે.

  • ભારતની સૌથી મોટી બજેટ એરલાઇન કંપની ઈન્ડિગોની ઊંચી ઉડાન
  • પ્લેનના કાફલામાં વધુ 500 પ્લેનનો ઉમેરો કરવાની જાહેરાત
  • 4.50 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે

ભારતની સૌથી મોટી બજેટ એરલાઇન કંપની ગણાતી ઈન્ડિગોએ દેશમાં સૌથી મોટો ઓર્ડર આપીને ઇતિહાસ રચી દીધો છે. કંપનીએ સોમવારે જાહેરાત કરી જણાવ્યું કે તેના પ્લેનના કાફલામાં વધુ 500 પ્લેનનો ઉમેરો કરવામાં આવશે. તે અંગે પણ સત્તાવાર નિવેદન આપ્યું હતું કે એરક્રાફ્ટ એરબસ નિઓ પરિવારના હશે. મહત્વનું છે જે અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર એર ઇન્ડિયાના નામે છે. જેમણે ભારતીય ઇતિહાસમાં સૌથી મોટો ઓર્ડર આપ્યો હતો. જેમણે 2023 માં 470 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો.

india indigo airlines plane takes off after within seconds touching run way  article | અમદાવાદમાં રનવેને અડીને ફરી ઉપડી ગયું વિમાન, 100 યાત્રીઓના જીવ  મુઠ્ઠીમાં આવ્યાં, કેમ આવું ...

2030 થી 2035 સુધી.આ એરકરાફટની સપ્લાઇ કરી દેવામાં આવશે

ભારતીય એરલાઇન કંપની ઈન્ડિગો એ પેરિસમાં ચાલી રહેલા એર શો દરમિયાન આ પ્રકારની જાહેરાત કરી હતી. કંપની દ્વારા સત્તાવાર નિવેદન આપી જણાવવામાં આવ્યું હતું કે નિયો ફેમિલી એન્જિન વાળા એરક્રાફ્ટનો ઓર્ડર આપીને તેને જલ્દી વિશાળ કાફલામાં ઉમેરવામાં આવશે. 2030 થી 2035 સુધી.આ એરકરાફટની સપ્લાઇ કરી દેવામાં આવશે.

60 ટકા ફ્લાઈટ્સ ઈન્ડિગો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે

વિમાનના એન્જિનન A320 અને A321 શ્રેણીના એન્જિનનો મિક્સ ઓર્ડર હશે. જોકે વિમાનના એન્જિનન અંગે હજુ સતાવાર મહોર લગાવવામાં આવી નથી. કંપનીની બોર્ડ મીટિંગમાં આ ઓર્ડર ફાઇનલ કરાશે. ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બરે કહ્યું કે ઓર્ડર પર લગભગ $55 બિલિયન (લગભગ 4.50 લાખ કરોડ રૂપિયા) ખર્ચ થશે. આગામી સમયમાં હજુ પણ નવા વિમાન જોડાશે તેવું કંપનીનું કહેવું છે. આપને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં કુલ ફ્લાઈટ્સમાંથી 60 ટકા ફ્લાઈટ્સ ઈન્ડિગો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. મહત્વનું છે કે, ઈન્ડિગો પાસે હાલમાં 300 એરક્રાફ્ટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ