બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Budget 2024 No one can take away rightful leave and money: A bigger decision could be made

Budget 2024 / હકની રજા અને પૈસા કોઈ નહીં છીનવી શકે: ભારતમાં નોકરી કરતાં કરોડો લોકો માટે લેવાઈ શકે છે મોટો નિર્ણય

Megha

Last Updated: 10:43 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે, સરકાર બજેટમાં શ્રમ કાયદા લાવવા અંગે જાહેરાત કરી શકે છે.

  • નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે
  • છેલ્લું બજેટ રજૂ થયા બાદ દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે
  • સરકાર બજેટમાં શ્રમ કાયદા લાવવા અંગે જાહેરાત કરી શકે છે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ થયા બાદ દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, સરકાર પોતાની વોટ બેંક, ખાસ કરીને રોજગારી મેળવનારા લોકો માટે એક ખાસ જાહેરાત કરી શકે છે. 

નિર્મલા સીતારમણનો રાહુલને જવાબ, એવા લોકો પર દયા આવે છે જે ટ્વિટર પર કમેન્ટ  કરવા સિવાય કશું કરતા નથી, કંઈ કરી બતાવો | nirmala sitharaman statement of  up type

સરકાર બજેટમાં શ્રમ કાયદા લાવવા અંગે જાહેરાત કરી શકે છે. સરકાર લાંબા સમયથી સમગ્ર દેશમાં શ્રમ કાયદો લાગુ કરવાની યોજના બનાવી રહી છે પરંતુ હજુ સુધી તેનો અમલ કરી શકી નથી. દેશમાં શ્રમ કાયદા લાગુ થવાથી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ફાયદો થશે. તેમની પેઇડ લીવ અને લીવ એન્કેશમેન્ટ સંબંધિત નિયમો બદલાશે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. ત્યાર બાદ સામાન્ય નોકરીયાત લોકો બજેટથી અપેક્ષા રાખી રહ્યા છે.

પેઇડ લીવ માટેના નિયમો બદલાશે
દેશમાં નવા શ્રમ કાયદાના અમલ સાથે, ઘણા ક્ષેત્રોમાં ફેરફારો થશે. એકવાર શ્રમ કાયદો અમલમાં આવ્યા પછી, કોઈપણ કર્મચારી એક કેલેન્ડર વર્ષમાં 30 દિવસથી વધુ પેઇડ રજા એકઠી કરી શકશે નહીં. પેઇડ લીવ 30 દિવસથી વધુ હોય તેવા કિસ્સામાં કંપનીએ વધારાની રજા માટે ચૂકવણી કરવી પડશે. ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન્સ કોડ 2020 (OSH કોડ) ની કલમ 32 વાર્ષિક રજા લેવા, કેરી ફોરવર્ડ અને લીવ એન્કેશમેન્ટ સાથે સંબંધિત છે. કલમ 32(vii) હેઠળ, કર્મચારીને આગામી કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 30 દિવસની વાર્ષિક રજા કેરી ફોરવર્ડ કરવાની છૂટ છે.

Topic | VTV Gujarati

બજેટ બાદ આ નિયમોમાં ફેરફાર થઈ શકે છે
જો કેલેન્ડર વર્ષના અંતે વાર્ષિક રજા 30 થી વધી જાય તો કર્મચારી બાકીની રજાનો લાભ લઈ શકે છે. કર્મચારીઓ 30 રજા કેરી કોરવર્ડ કરી શકે છે અને બાકીની રજાઓના બદલામાં પૈસા લઈ શકે છે. કર્મચારીઓની વાર્ષિક રજા હવે સમાપ્ત થશે નહીં. લીવ લેપ્સનો અર્થ એ છે કે હાલમાં મોટાભાગની કંપનીઓ એક કેલેન્ડર વર્ષથી બીજા વર્ષ સુધી રજાઓ કેરી ફોરવર્ડ કરતી નથી અને તેના બદલામાં પૈસા પણ ચૂકવતી નથી. કર્મચારીઓને અહીં મદદ મળી શકે છે. સરકાર બજેટમાં જાહેરાત કરે છે કે કર્મચારીઓ તેમની બાકીની રજાઓનો લાભ મેળવી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ