બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Brother brutally killed a 33-year-old youth in a love affair, sister who had returned from in-laws reunited with her lover played a murderous game

નવસારી / પ્રેમસંબંધની અદાવતમાં ભાઈએ 33 વર્ષીય યુવકની કરી ઘાતકી હત્યા, સાસરેથી પરત ફેરેલી બહેનને પ્રેમી જોડે આંખ ફરી મળતા ખેલાયો ખૂની ખેલ

Vishal Khamar

Last Updated: 11:50 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પેહલા પાંગરેલા પ્રેમ સબંધ નો નવસારી માં કરુણ અંજામ આવ્યો હતો.પોતાની બહેન જોડે પ્રેમ સબંધ હોવાની ની હકીકત જાણતા ભાઈ એ વિજલપોર વિસ્તારમાં ધોળા દિવસે સરા જાહેર 33 વર્ષીય યુવાન ની ઘાતકી હત્યા કરી દીધી હતી.

  • નવસારી શહેરનાં વિજલપોરમાં ખેલાયો ખૂની ખેલ
  • લગ્ન પહેલાનાં પ્રેમ સબંધને લઈ અદાવત થઈ હતી
  • પ્રેમ સબંધને લઈ બંને પરિવાર વચ્ચે ઉભો થયો હતો ખટરાગ

 નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં ધોળા દિવસે સરા જાહેર ખૂની ખેલ ખેલાયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના બે પરિવાર વચ્ચે લગ્ન પહેલાના પ્રેમ સબંધને લઈ અદાવત થઈ હતી. વિજલપોર વિસ્તારના ક્રિષ્ના નગર ખાતે રહેતા ધર્મેન્દ્ર સોનકરને આ વિસ્તારમાં જ રહેતા દિનેશ સોનકરની બહેન જોડે પ્રેમ સબંધ બંધાયો હતો. જે સબંધને લઈ બંને સોનકર પરિવારો વચ્ચે ખટરાગ પેદા થયો હતો. પ્રેમ સબંધને લઈ અગાઉ ઝઘડા પણ થયા હતા. જોકે બાદમાં દિનેશની બહેનના યુ.પી ખાતે લગ્ન કરી દેવાયા હતા.

દિનેશની બહેન નવસારી આવતા ફરી દુશ્મનીનું ભૂત ધુણવા લાગ્યું
બીજી તરફ ધર્મેન્દ્ર પણ લગ્ન કરી બે બાળકોનો પિતા બન્યો હતો. હાલ જ્યારે યુ.પી ખાતેથી દિનેશની બહેન નવસારી આવતા ફરી પ્રેમ સબંધને કારણે થયેલી દુશ્મનીનું ભૂત ધુણવા લાગ્યું હતું. દિનેશ ગુસ્સાની આગમાં બળી રહ્યો હતો. તે દરમિયાન બપોરના સમયે વિજલપોર વિસ્તારમાં આવેલ એક લોન્ડ્રી નજીક ધર્મેન્દ્ર સોનકર ઉભો હતો. ત્યારે દિનેશ સોનકર અચાનક ત્યાં ધસી ગયો હતો. ધર્મેન્દ્ર કઈક સમજે તે પહેલા દિનેશ ત્રણ થી ચાર જેટલા તીક્ષ્ણ ચપ્પાના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. 

આરોપીને કોર્ટ માં રજૂ કરવાની તૈયારી હાથ ધરી
બીજી તરફ અચાનક થયેલા હુમલા ના કારણે ધર્મેન્દ્ર લોહી લુહાણ હાલત માં રસ્તા ઉપર ફસડાઈ પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ધમેન્દ્રની ઘાતકી હત્યાના કારણે સોનકર પરિવારના માથે આભ તુટી પડયું હતું. તેના બે બાળકો અને પત્ની નિરાધાર થયા હતા. હત્યાને લઈ ધમેન્દ્રના ભાઈએ દિનેશ સોનકર વિરૂદ્ધ વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ દોડતી થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયેલા દિનેશ સોનકરને ઝડપી પાડ્યો હતો. હાલ વિજલપોર પોલીસ આ મામલામાં આરોપીને કોર્ટ માં રજૂ કરવાની તૈયારી સાથે આગળની તપાસ કરી રહી છે.

હત્યા સુધી નું કાવતરું ઘડી કાઢી આખરે જેલની હવા ખાવી પડી
લગભગ પ્રેમ સંબંધો ના કારણે મારપીટ અને હત્યા ના બનાવો માં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં પ્રેમ લીસી લીપસની બની રહ્યો છે.  પ્રેમ એ ગુનો નથી પણ પ્રેમના દુશ્મન અને સામાજિક બંધનો ના કારણે થતી બદનામી ના કારણે હત્યા સુધી નું કાવતરું ઘડી કાઢી આખરે જેલ ની હવા ખાવી પડી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ