બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Brijbhushan's escape WFI office moved out of house after sports ministry's objection

કાર્યવાહી / બૃજભૂષણના હાથમાંથી છટકી WFI ઓફિસ, ખેલ મંત્રાલયના વાંધા બાદ ઘેરથી હટાવાઈ

Vishal Khamar

Last Updated: 12:19 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 ડિસેમ્બરે રમતગમત મંત્રાલયે WFIની નવી પેનલને સસ્પેન્ડ કરી દીધી હતી. આ કાર્યવાહી પાછળનું એક કારણ બ્રિજભૂષણ સિંહના ઘરેથી ચાલતું ફેડરેશનનું કાર્યાલય હોવાનું પણ કહેવાય છે.

  • રમત ગમત મંત્રાયલ દ્વારા કરાયો મોટો નિર્ણય
  • WFI ની ઓફીસને બૃજભૂષણનાં નિવાસ સ્થાનેથી હટાવવામાં આવી
  • WFIનું નવું કાર્યાલય નવી દિલ્હીના હરિ નગર વિસ્તારમાં હશે

 રમત મંત્રાલય દ્વારા તાજેતરમાં ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ શુક્રવારે 29 ડિસેમ્બર ભારતીય રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ઑફિસને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નિવાસસ્થાન પરથી હટાવી દેવામાં આવી હતી.  મળતી માહિતી મુજબ બૃજભૂષણના પરિસરને ખાલી કર્યા પછી WFI નવી દિલ્હીમાં નવા સરનામાથી કામ કરશે. WFIનું નવું કાર્યાલય નવી દિલ્હીના હરિ નગર વિસ્તારમાં છે.

પેનલ પરની કાર્યવાહી પાછળ ઓફિસ પણ કારણભૂત હતું
24 ડિસેમ્બરે રમતગમત મંત્રાલયે સંજય સિંહની આગેવાની હેઠળની નવી રચાયેલી WFI પેનલને સસ્પેન્ડ કરી દીધી હતી. સંજય સિંહ WFI પ્રમુખ તરીકે ચૂંટાયાના ત્રણ દિવસ બાદ મંત્રાલય દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. બૃજભૂષણના ઘરેથી ચાલતી ઓફિસ પણ આ કડક કાર્યવાહી પાછળનું એક કારણ હોવાનું કહેવાય છે.

વધુ વાંચોઃ ગાંધીનગરમાં 29 વર્ષના ક્લાસ-2 અધિકારીનું હાર્ટએટેકથી મોત, છાતીમાં દુખાવો ઉપડતાં જાતે સિવિલ પહોંચ્યાં

કુસ્તીબાજોએ બૃજભૂષણ સિંહનો વિરોધ કર્યો
ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા ટોચના કુસ્તીબાજોએ બૃજભૂષણ સામે જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે અને આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે. દિગ્ગજ કુસ્તીબાજ બજરંગ પુનિયા, સાક્ષી અને વિનેશ સહિત ઘણા કુસ્તીબાજોએ બૃજભૂષણ સામે કાર્યવાહીની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

21 ડિસેમ્બરનાં રોજ બૃજભૂષણનાં નજીકનાં ગણાતા સંજય સિંહ WFI નાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા

21 ડિસેમ્બરના રોજ બૃજભૂષણના નજીકના ગણાતા સંજય સિંહ WFIના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી, જ્યારે બજરંગે તેનું પદ્મશ્રી પરત કર્યું છે અને વિનેશ ફોગાટે ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારો પરત કરવાનો નિર્ણય લીધો છે. આ કુસ્તીબાજોએ કહ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે ફેડરેશન ભાજપના સાંસદ બ્રિજ ભૂષણના નજીકના સહયોગી દ્વારા ચલાવવામાં આવે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ રમતના મામલાને ચલાવવા માટે વુશુ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વડા ભૂપેન્દ્ર સિંહ બાજવાની અધ્યક્ષતામાં ફરી એકવાર ત્રણ સભ્યોની એડ-હોક સમિતિની રચના કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ