બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A 29-year-old Class-II officer died of a heart attack in Gandhinagar, and reached Civil by himself due to chest pain.

દુઃખદ / ગાંધીનગરમાં 29 વર્ષના ક્લાસ-2 અધિકારીનું હાર્ટએટેકથી મોત, છાતીમાં દુખાવો ઉપડતાં જાતે સિવિલ પહોંચ્યાં

Vishal Khamar

Last Updated: 12:17 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટનગર ગાંધીનગરમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજતા પરિવારજનો સહિત મિત્ર વર્તુળમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

  • પાટનગર ગાંધીનગરમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત
  • 29 વર્ષીય યુવક જયંત કુંજબિહારી સોનીનું હાર્ટ એટેકને કારણે મોત
  • છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ જાતે સિવિલ હોસ્પિટલમાં થયા હતા દાખલ

ગાંધીનગરનાં સહયોગ સંકુલ ખાતે છેલ્લા બે-ત્રણ મહિનાથી સહયોગ સંકુલમાં પાણી પુરવઠા કચેરી ખાતે ટ્રેનિંગ માટે આવેલા 29 વર્ષીય પ્રોબેશન અધિકારી જયંત કુંજબિહારી સોનીને છાતીમાં દુઃખાવો થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તાત્કાલીક આઈસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરી હતી. પરંતું સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા મિત્ર વર્તુળ તેમજ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. 

Early Signs of a Heart Attack

મૃતકે તાજેતરમાં જ ક્લાસ ટુ ની પરીક્ષા પાસ કરી હતી
29 વર્ષીય જયંત કુંજ બિહારી સોનીએ તાજેતરમાં જ ક્લાસ ટુ અધિકારીની પરીક્ષા પાસ કરી હતી.  ત્યારે અન્વયે જયંત સોનીની ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે પાણી પુરવઠાની કચેરીએ ટ્રેનિંગ ચાલતી હતી. તેઓ છેલ્લા બે ત્રણ મહિનાથી  ટ્રેનિંગ માટે આવ્યા હતા.

વધુ વાચોઃ અમદાવાદ પોલીસ વેચવા લાગી શાકભાજી અને ફૂગ્ગા, કેમ આવું કર્યું? સામે આવ્યું અદ્દભુત કારણ

આ બાબતે સેક્ટર-7 પોલીસે ગુનો નોંધ્યો હતો
આ બાબતે સેક્ટર-7 પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવી મૃતકનાં પરિવાજનોનો સંપર્ક કર્યો હતો. જે બાદ અમદાવાદ ખાતે રહેતા એક નજીકનાં સ્વજનને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ બોલાવ્યા હતા. જે બાદ જયંત સોનીની લાશનું પીએમ કરી લાશ તેમનાં સ્વજનને સોંપી દેવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ