બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Bridge collapses in US as ship crashes, Governor hails Indian crew members as heroes

Baltimore Bridge collapse / જે જહાજ અથડાતા USમાં બ્રિજ તૂટ્યો, તેના ભારતીય ક્રૂ મેમ્બર્સને આ ગવર્નર કહી રહ્યાં છે 'હીરો', જાણો કારણ

Priyakant

Last Updated: 09:14 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baltimore Bridge collapse Latest News: જહાજમાં સવાર તમામ 22 સભ્યોના ક્રૂ મેમ્બર ભારતીય હતા અને તમામ સુરક્ષિત, કેવી રીતે જહાજ પુલ સાથે અથડાયું ?

Baltimore Bridge collapse : અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં માલવાહક જહાજ સાથે અથડાવાને કારણે પુલ ધરાશાયી થતાં ગુમ થયેલા તમામ છ લોકોના મોત થયાનું અનુમાન કરવામાં આવ્યું છે. હકીકતમાં મંગળવારે  બાલ્ટીમોર શહેરના ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ અથડાયું હતું. આ અથડામણને કારણે થોડી જ સેકન્ડોમાં આખો પુલ તૂટી પડ્યો અને ભયંકર રીતે નદીમાં પડી ગયો. આ જહાજમાં સવાર તમામ 22 સભ્યોના ક્રૂ મેમ્બર ભારતીય હતા અને તમામ સુરક્ષિત છે.

કેવી રીતે જહાજ પુલ સાથે અથડાયું ? 
આ જહાજ બાલ્ટીમોરથી કોલંબો જઈ રહ્યું હતું. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે, 300 મીટર લાંબુ આ જહાજ પુલના એક પિલર સાથે અથડાયું હતું. જેના કારણે અનેક વાહનો અને 20 જેટલા લોકો પટાપ્સકો નદીમાં પડી ગયા હતા. યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજના ક્રૂએ અથડામણ પહેલા ઇલેક્ટ્રિકલ સમસ્યાઓની જાણ કરી હતી.

સિનર્જી મરીન જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર-ધ્વજવાળા કન્ટેનર જહાજ 'DALI' (IMO 9697428) ના માલિકો અને સંચાલકોએ અહેવાલ આપ્યો કે, 26 માર્ચે સ્થાનિક સમય અનુસાર લગભગ 1:30 વાગ્યે જહાજ બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ બ્રિજના બે થાંભલાઓમાંથી એક પર અથડાયું. તેમાં કહેવામાં આવ્યું છે કે, બંને પાઇલટ સહિત તમામ ક્રૂ મેમ્બરોને શોધી કાઢવામાં આવ્યા છે અને ઇજાના કોઇ અહેવાલ નથી.

વધુ વાંચો:  જહાજની ટક્કરથી નદીમાં સમાયો USનો ઐતિહાસિક બ્રિજ, દુર્ઘટનાના 4 કારણો સામે આવ્યાં

ગવર્નરે ભારતીય ક્રૂને હીરો ગણાવ્યા
મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે, 8 નોટ (9 માઇલ પ્રતિ કલાક)ની 'ઝડપી' ઝડપે આગળ વધી રહેલું જહાજ થોડી ક્ષણો પહેલાં પુલના થાંભલા સાથે અથડાયું હતું. મેડે (ઇમરજન્સી) કૉલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમની સતર્કતાને કારણે અધિકારીઓએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી વાહનોને પુલ પર જતા અટકાવ્યા હતા. અમે આભારી છીએ કે, મેડે અને અકસ્માતની વચ્ચે અમારી પાસે એવા અધિકારીઓ હતા જેમણે સમયસર ટ્રાફિક બંધ કર્યો. જહાજના ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરતા તેમણે કહ્યું, આ લોકો હીરો છે. તેમણે ગઈ રાત્રે લોકોના જીવ બચાવ્યા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ