બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Boy, 11, stabs 12-year-old 13 times in Pandesara

ક્રાઈમ / સુરતમાં 11 વર્ષના છોકરાએ 12 વર્ષના છોકરાને 13 વાર ચાકૂ માર્યું, મામલો નીકળ્યો છોકરીનો

Hiralal

Last Updated: 05:41 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પાંડેસરામાં 11 વર્ષના છોકરાએ તેનાથી એક વર્ષ મોટા છોકરાને 13 વાર ચાકૂ હુલાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

  • સુરતના પાંડેસરામાં 11 વર્ષના છોકરાની ચાકૂબાજી
  • 12 વર્ષના છોકરાને 12 વાર ચાકૂ હૂલાવ્યું 
  • ગર્લફ્રેન્ડ બાબતે બન્ને વચ્ચે થયો ઝગડો 

સુરતના પાંડેસરામાં 11 વર્ષના છોકરાની ભયાનક ચાકૂબાજીની ઘટના સામે આવી છે. 11 વર્ષના છોકરાએ પોતાનાથી એક વર્ષ મોટા છોકરાને 13 વાર ચાકૂથી મારી દીધો. સુરતના પાંડેસરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે ગર્લફ્રેન્ડ બાબતે ઝગડો થતાં આ ઘટના બની હતી. 13 વાર છરીના ઘા વાગતાં 12 વર્ષના બાળકને ખૂબ વાગ્યું છે અને તેની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. 

ગર્લફ્રેન્ડ બાબતે બન્ને વચ્ચે થયો ઝગડો 
આરોપી છોકરો એક છોકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો હતો પરંતુ પીડિત બાળકે તેને આમ કરતા રોક્યો અને તેને ઠપકો આપ્યો. ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે, 
આરોપી છોકરાએ ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ શાળા છોડી દીધી છે, જ્યારે ઘાયલ બાળક મજૂરી કામ કરે છે. નવરાત્રિના પહેલા જ દિવસે છોકરી માતાજીના દર્શન કરવા આવી હતી. તે સમયે આરોપીએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેનું નામ પૂછ્યું હતું. ઇજાગ્રસ્ત બાળકે કથિત રૂપે તેને અટકાવ્યો હતો અને તેને ઠપકો આપ્યો હતો. 

પેટ, પીઠ, ગળું, છાતી પર 13 વાર ચપ્પાના ઘા 
બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપી છોકરાએ પીડિત પર પથ્થર ફેંક્યો હતો. બે દિવસ બાદ મંગળવારે પીડિતા પોતાના ઘર પાસે કચરો ફેંકવા ગઈ હતી ત્યારે ફરી બંને સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીએ છરી કાઢીને તેના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, તેણે પીડિત બાળકના શરીર પર અનેક વાર ચાકુ માર્યા હતા. તેણે પેટ, પીઠ, ગળું, છાતી સહિત 13 જગ્યાએ ચાકુ મારી દીધું હતું.

ઘાયલ છોકરાની તબિયત સારી 
ઘાયલ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની હાલત નાજુક છે. જો કે, ડોક્ટરો હવે કહી રહ્યા છે કે તે જોખમની બહાર છે. આરોપી બાળકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને ગુરુવારે જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાના બાળકોમાં આવા જીવલેણ હુમલાથી બધાને આઘાત લાગ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ