બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Boris Johnson is the first British PM to visit Gujarat

મોંઘેરા મહેમાન / ગુરુવારે બ્રિટિશ PM બોરિસ જૉનસન અમદાવાદમાં કરશે રોડ-શૉ, જાણો સમગ્ર રૂટ અને કેવી છે તૈયારીઓ

Khyati

Last Updated: 11:16 AM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સનનો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી યોજાશે રોડ શૉ. તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓનો ધમઘમાટ

  • બ્રિટનના PM ભારતના પ્રવાસે આવશે
  • અમદાવાદથી ભારતના પ્રવાસની શરૂઆત કરશે
  • 21 અને 22 એપ્રિલ ભારતમાં રોકાશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પીએમ મોદી સહિત અન્ય દેશના વડાપ્રધાન પણ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મોરેશિયસના પીએમ  બાદ હવે બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સન ભારતના પ્રવાસે આવી રહ્યા છે. 21 એપ્રિલે બોરિસ જ્હોન્સન આવી રહ્યા છે. તેઓ અમદાવાદથી ભારતના પ્રવાસની શરુઆત કરશે. 21 અને 22 એપ્રિલે બોરિસ જ્હોન્સન ભારતના મહેમાન બન્યા છે. સીએ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોરિસ જ્હોન્સનનું સ્વાગત કરવામાં આવશે.. 

ગાંધી આશ્રમ સુધી યોજાશે રોડ શૉ

બોરિસ જ્હોન્સન ગુજરાતમાં આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓના આગમનને લઇને ખાસ રોડ શો યોજાશે. 21મી એપ્રિલે સવારે આઠ વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ  પર આવશે.  ત્યાંથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાશે. એરપોર્ટથી તાજ સર્કલ, કેમ્પ હનુમાન, ડફનાળા, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ પહોંચશે.  રોડ શોને લઇને તંત્ર અને પોલીસ કામે લાગી ગયું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમ સ્ટેજ પણ બનાવવામાં આવશે.

22 એપ્રિલે દિલ્લીમાં PM મોદી સાથે કરશે બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોરિસ જ્હોન્સનનું સ્વાગત કરશે. બોરિસ જ્હોન્સનના કાર્યક્રમ અંગે સત્તાવાર કોઇ શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે ત્યાર બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અદાણી ટાઉનશિપ જશે, ત્યાર બાદ તેઓ વડોદરાના હાલોલ ખાતેની જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. તેઓ વડાપ્રધાન મોદીને 22 એપ્રિલે દિલ્હીમાં જ મળવાના છે. તેમની ગુજરાતમાં માત્ર ગૌતમ અદાણી સાથે જ મુલાકાત ગોઠવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

2020થી મુલાકાત ટળતી આવી હતી

મહત્વનું છે કે  બોરિસ જ્હોન્સનનો પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. કોરોનાને કારણે મુલાકાત ટળી હતી પરંતુ 2021માં પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી.  જેમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે.

નોકરીઓનું સર્જન કરવા બંને દેશો આતુર 

બ્રિટનના વડાપ્રધાનની મુલાકાતને લઇને બંને દેશો વચ્ચે વેપાર સહયોગને કારણે મોંઘવારી ઓછી થાય તેવી આશા સેવવામાં આવી રહી છે. તેમજ ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ઘરાવતી નોકરીઓનું સર્જન કરવા માટે બંને દેશો આતુર છે. સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ