બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / boman irani says shahrukh khan film dunki will perform well at box office in interview

મનોરંજન / 'પઠાન', 'જવાન' બાદ હવે SRKની ફિલ્મ 'Dunki' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે, બોલિવુડના આ દિગ્ગજ એક્ટરે કર્યો દાવો

Manisha Jogi

Last Updated: 02:10 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા શાહરૂખ ખાન તેમની આગામી ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. બોલીવુડના આ અભિનેતાએ ફિલ્મ ‘ડંકી’ બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

  • SRKની ફિલ્મ 'Dunki' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે
  • શાહરૂખ ખાન તેમની આગામી ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં
  • આ અભિનેતાએ ફિલ્મ ‘ડંકી’ બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા શાહરૂખ ખાન તેમની આગામી ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. કિંગ ખાને સૌથી પહેલા પઠાન બનીને બોક્સઓફિસ પર જલવો દેખાડ્યો અને જવાનનો જાદુ છવાઈ જતા હવે એસઆરક ઈઝ બેકના નારા લગાવવામાં વી રહ્યા છે. ફેમ્સ ખૂબ જ આતુરતાથી હિરાનીની ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા બોમન ઈરાનીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બોમન ઈરાનીએ પણ આ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવ્યું છે. 

ફિલ્મ ‘ડંકી’ બાબતે દિગ્ગજ અભિનેતાનું નિવેદન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોમન ઈરાની મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. બોમન ઈરાનીએ આ ઈવેન્ટમાં ફિલ્મ ‘ડંકી’ નિવેદન આપ્યું છે કે, ફિલ્મ 'પઠાન' અને 'જવાન'ની સફળતા બાદ શાહરૂખ માટે આ 'હેટ્રિક' હશે. બોમન ઈરાનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ફિલ્મ 'ડિંકી' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે. 

હિરાની અને શાહરૂખ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે
ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. દર્શકને ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાનીની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ, 3 ઈડિયટ્સ, સંજુ ખૂબ જ પસંદ આવી હતી. દર્શકો રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાનને સાથે કામ કરતા જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.

અભિનેતા વિક્કી કૌશલનો કેમિયો
ફિલ્મ 'ડંકી'માં શાહરૂખ ખાન અને તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ ફિલ્મ 'ડંકી'માં કેમિયો કરશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ જોવા મળશે. રાજકુમાર હિરાની, અભિજાત જોશી અને કનિકા ઢિલ્લને ફિલ્મની કહાની લખી છે. ફિલ્મ 'ડંકી' 22 ડિસેમ્બરે બોક્સઓફિસ પર રિલીઝ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ