બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood actor says Hrithik Roshan called me at home and showed photos of Kangana Ranaut On Laptop

બોલીવુડ ગપશપ / ઋતિક રોશને મને ઘરે બોલાવ્યો અને કંગના સાથેના ફોટોઝ...: બોલિવૂડના એક્ટરે કર્યો અજીબ દાવો

Megha

Last Updated: 12:53 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવું લાગે છે કે KRK ને વિવાદોથી ખૂબ જ પ્રેમ છે. કોઈ એવો ખાલી દિવસ નહીં જતો હોય જ્યારે KRK  એ કોઈ વિવાદિત ટ્વિટ નહીં કર્યું હોય.

  • KRK એ તેનો નિશાનો હૃતિક રોશન પર સાધ્યો
  • પહેલા બિપાશા બાસુને પણ બેશરમ કહી
  • હૃતિક અને કંગના વિશે કહી આ વાત 

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કમાલ આર ખાન સતત વિવાદોમાં રહે છે. એક્ટિંગ સિવાય તેમનું ફોકસ દરેક મોટી રિલીઝ ફિલ્મ પર હોય છે. એક્ટરથી ફિલ્મ ક્રિટીક બનેલ KRK  તેના વિવાદિત નિવેદનને કારણે લોકો વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તેને બોલીવુડના કોઈ પણ સેલિબ્રિટી પર કટાક્ષ નહીં કર્યો હોય એવું શક્ય નથી. 

બિપાશા બાસુને બેશરમ કહી
ઘણી વખત એવું લાગે છે કે KRK ને વિવાદોથી ખૂબ જ પ્રેમ છે. કોઈ એવો ખાલી દિવસ નહીં જતો હોય જ્યારે KRK  એ કોઈ વિવાદિત ટ્વિટ નહીં કર્યું હોય. અવારનવાર વિચિત્ર દવાઓ અને ટ્વિટ કરીને લમલાઇટમાં રહેવાની એમની પૂરી કોશિશ રહે છે. હાલમાં જ KRK એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી અને એ પોસ્ટમાં તેને આમિર ખાનનું કરિયર ખતમ થઈ ગયું છે એવો દાવો કર્યો હતો. આ સાથે જ કેઆરકે એ શાહરુખ ખાનને પણ ચેતવણી આપી હતી. એ સિવ હાલ જ કરીના કપૂરથી લઈને બિપાશા બાસુને બેબી બંપ બતાવવા માટે બેશરમ કહી દીધી હતી. 

હૃતિક પર સાધ્યો નિશાનો 
હાલ KRK એ તેનો નિશાનો હૃતિક રોશન પર સાધ્યો છે. આટલું જ નહીં હૃતિકની સાથે KRKએ કંગના રનૌતને પણ તેની વાતમાં શામેલ કરી છે. KRK એ હૃતિકની આવનારી ફિલ્મ 'વિક્રમ વેધા' નું ટીઝર તેના ટ્વિટર પર શેર કર્યું છે અને સાથે જ અજીબ વાત શેર કરતાં તેની ફિલ્મને બૉયકોટ કરવાની માંગ પણ કરી છે. 

હૃતિક અને કંગના વિશે કહી આ વાત હૃતિક અને કંગના વિશે કહી આ વાત 
ટીઝરમાં હૃતિક કહે છે' એક કહાની સંભળાવું' ત્યારે KRK એ ટીઝર શેર કહ્યું હતું કે, ' હૃતિક સર હું તમને એક કહાની સંભળાવું, આવી ખોટી કહાની ન સંભળાવો તમે. ક્યારેક સાચી કહાની સંભળાવો, તમારી અને કંગના વાળી કહાની. જ્યારે તમે મને ઘર બોલાવીને લેપટોપ ખોલીને તમારી અને તેની મસ્ત મસ્ત તસવીરો બતાવી હતી. આ વાતનું રિવ્યુ હું કરીશ પણ સાચો સમય આવશે ત્યારે.' 

વર્ષ 2016 માં કંગનાએ હૃતિક સાથેના તેના બ્રેકઅપનો ખુલાસો કર્યો હતો. કંગનાએ તે સમયે હૃતિક પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. કંગના અને હૃતિક રોશનના અફેરની ચર્ચાઓ ફિલ્મ 'ક્રિશ'ના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. આ ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતું. કંગનાએ દાવો કર્યો હતો કે હૃતિક રોશને તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો પણ અંતે દગો આપીને સંબંધો પૂરા કરી નાખ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ