બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Board exam how, parents treat me like a criminal, board exam is nothing terrorism I am being watched

અનોખો સર્વે / બોર્ડની પરીક્ષાનો હાઉ, માતાપિતા જાણે હું ગુનેગાર હોઉં એમ વર્તે છે, બોર્ડની પરીક્ષા કંઈ આતંકવાદ નથી મારા પર વોચ રાખવામાં આવે છે

Vishal Khamar

Last Updated: 07:29 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે.ઘણા બાળકો પરીક્ષાને લઈને ડરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપી પરીક્ષાનો ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • બોર્ડની પરીક્ષાઓ આવતા જ વિદ્યાર્થીઓ ડરી જાય છે
  • સૌરાષ્ટ્ર યુનિ.નાં મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરી વાલીઓને માર્ગદર્શન આપે છે
  • બાળકોના વાલીઓમાં ખાસ માતામાં બોર્ડની પરીક્ષાથી સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળે છે

 આ બાબતે સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપક ર્ડા.ધારા આર. દોશી  તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ર્ડા.યોગેશ એ.જોગસણએ એક અભ્યાસ કર્યો છે.  જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ના વાલીઓના મત અનુસાર તે કારણોને જણાવવાનો પ્રયત્ન કર્યો છે. જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે.
મનોવિજ્ઞાન ભવન છેલ્લા એક મહિનાથી સ્કુલે સ્કુલે જઈને બાળકોને પરીક્ષા ભયમાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહ્યું છે. વાલીઓ સાથેની મુલાકાત દરમિયાન કેટલીક બાબતો સામે આવેલ છે. 1170 વાલીઓના સંપર્કને આધારે તારણો કાઢવામાં આવેલ જે નીચે મુજબ છે.

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક તત્વ

  •  અસંતોષજનક પરિવારિક પરિસ્થિતિઓ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને નુકશાન કરે છે એવું 94% વાલીઓ માને છે.
  • પાઠયક્રમ અનુકૂળ ન હોવો વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક તત્વ બને છે એવું 63% વાલીઓ મને છે.
  • વર્ગમાં ખુબ જ વધારે સંખ્યા હોવી અથવા સાવ નહીવત હોવી વિદ્યાર્થીઓના  માનસિક સ્વાસ્થ્યના બાધક બને છે એવું 51% વાલીઓ માને છે.
  • અસુરક્ષિત ( અસલામતી) અનુભવવાને કારણે વર્ગમાં અભિવ્યક્તિ નથી કરી શકતા એવું 51% વાલીઓનું માનવું છે.
  • વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ તથા તેના સંબંધી તેની શૈક્ષણિક પ્રગતિ તરફ શાળામાં ધ્યાન ન આપવાને   કારણે વિદ્યાર્થીઓના  માનસિક સ્વાસ્થ્યમાં ફેર પડે છે એવું 54% માને છે.
  • રમતની (શાળામાં) વ્યવસ્થા ન હોવી શારીરિક માનસિક નુકશાન કરે છે એવું 47% વાલીઓ માને છે.
  • .49% ના મતે વિદ્યાર્થીઓનો કોઈપણ વિદ્યાર્થી વર્ગમાં સ્વીકાર ન કરવો.
  •  54% ના મતે માતા-પિતાનું અસંતોષજનક લગ્નજીવન.
  • 44% ના મતે વિદ્યાર્થીઓનો શાળાનાં કાર્યક્રમોમાં આર્થિક પરિસ્થિતિઓને કારણે ભાગ ન લઈ શકવો.
  •  44% ના મતે શિક્ષકોને વિધાર્થીઓની ક્ષમતાઓનું પૂર્ણ જ્ઞાન ન હોવું.
  •  36% ના મતે પર્યાપ્ત સુવિધાઓનો અભાવ.
  •  41% ના મતે માતા-પિતાનો શાળા સાથે સંપર્ક ન હોવો.
  • 39% ના મતે વિદ્યાર્થીઓને સમસ્યાત્મક બાળક સમજીને તેની અવગણના થવી.

 

પ્રતિકાત્મક ફોટો

બાળકોના વાલીઓમાં ખાસ માતામાં બોર્ડની પરિક્ષાથી સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળે છે. બોર્ડની પરીક્ષા આપતા બાળકોની માતાઓ જે સલાહ માટે આવેલ તેમાં 94% માતાઓ એ સ્વીકાર્યું કે તેઓ તણાવ અનુભવે છે જયારે 54% પિતાએ જણાવ્યું કે તેને બાળકના ભવિષ્યની ચિંતા છે.

કિસ્સા :-
1) સાહેબ મારે એક વાત કરવી છે. તમે કોઈને વાત ન કરતા.હું 12 માં ધોરણમાં અભ્યાસ કરું છું. મારે હમણાં બોર્ડની પરીક્ષા છે. હું મોટો છું મને ખ્યાલ છે. પણ હું કોઈને કહી શકતો નથી. મને શું પરીક્ષાના ડર ના કારણે બાથરૂમ (પેશાબ ) ખૂબ લાગતી હતી? અત્યાર સુધી તો ક્યારેય નથી થયું આવું. ત્યાં સુધી કે હું રાત્રે સૂતો હોઉં છું ત્યારે પથારીમાં જ   મને પેશાબ થઇ જાય છે. કોઈને ખબર ન પડે માટે ફટાફટ હું ઉઠીને મારી પથારી ધોઈ નાખું અને મારાં રૂમ માં જ બધું સુકવી દઉં છું જેથી કોઈને ખબર ન પડે. શું આ બધું પરીક્ષાના ડર ના કારણે જ હશે? કોઈને વાત ન કરતા નહીંતર મારું ખરાબ લાગશે. મારી બધા ઠેકડી ઉડાવશે. મદદ કરો કંઈક.
2) મેડમ હું પરીક્ષાના સ્ટ્રેસ ના કારણે પીડાઉ છું. ખૂબ સ્ટ્રેસ થાય છે. મારાં પપા ને હું એક જ સંતાન છું. તો કહ્યું છે કે જો તું પરીક્ષામાં નાપાસ થઈશ તો મારી નાખીશ. આવી ધમકી આપે છે. હું વિચારી વિચારીને ગાંડી થઇ જઈશ. શું હું એકવાર અવાજ ઉઠાવું? જો આવુ ને આવુ વાતાવરણ રહ્યું તો મારું કેરિયર બરબાદ થઇ જશે. કેરિયર બરબાદ થશે તો જિંદગી બરબાદ થશે . હવે કંઈક ઉપાય બતાવો કે મારાં પપા ને શું જવાબ દઉં.
૩) સર. મારા માતાપિતા જાણે હું ગુનેગાર હોઉં એમ વર્તે છે, બોર્ડની પરીક્ષા છે હું કઈ આતંકવાદ નથી કરતો તો સતત મારા પર વોચ રાખવામાં આવે છે. મને એમ જ થાય છે કે જીવનમાં ક્યારેય પરીક્ષા હોવી જ ન જોઈએ.
4) સાહેબ મને કોઈ સમસ્યા નથી પણ મારી મમ્મી કે મનોવિજ્ઞાન ભવને જઈને તારું કાઉન્સેલિંગ કરાવવું છે. સાહેબ મે ઘણા મોટીવેશનલ પીકર્સ ને સાંભળ્યા છે પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે ભણવાથી રૂપિયા કમાઈ ન શકાય . 7 ચોપડી ભણેલ પણ મોટો એમ્પાયર ઉભો કરી શકે. માટે હું ભણવાની ના કહું છું અને ધનાઢ્ય કેમ બનાય તે તરકીબ વિચારું છું. ( મોટીવેશનલ સ્પીકર્સની ખામીઓ ઘણીવાર લોકોને અવળે માર્ગે ચડાવતા હોય છે તેનો આ જીવતો જાગતો નમુનો છે )
5) મારા પિતા ગામડામાં નાની સ્કુલના સંચાલક છે. તેઓની મરજી છે કે હું 12 સાયન્સ પ્રવાહ સાથે પરીક્ષા આપું પણ હું મારી મર્યાદા જાણું છું.  હું આર્ટસ કે કોમર્સ ભણી શકું એમ છું મને વિજ્ઞાનમાં સહેજ પણ રસ નથી. મને આ વર્ષે મારા પિતા ડ્રોપ લેવડાવે છે કેમ કે સ્કુલ પરીક્ષામાં હું નાપાસ થઈ માટે. મને નહિ પણ મારા પપ્પાને સમજાવવા આપ આવશો? જોજો હો મે કહ્યું એવું ન કહેતા..

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓની મનોસ્થિતિ

  • ઘણા બાળકો અને તેના વાલીઓ ઊંડી ચિંતામાં છે કે પરિણામ શું આવશે?
  • કેટલાક બાળકો હળવાથી ગંભીર પ્રકારના ડિપ્રેશનમાં જતા રહ્યા   છે.
  • કેટલાક બાળકોની બૌદ્ધિક ક્ષમતાઓ ઘટી છે અને તેઓને ગાણિતિક સમસ્યાઓ અનુભવાઈ રહી છે.
  • કેટલાક બાળકોની લખવાની ક્ષમતા ઘટી છે જેથી પેપર વ્યવસ્થિત નહિ લખી શકાય એવો ભય લાગે છે.
  • મોબાઈલમાં સતત ધ્યાન રહે છે.
  • દસમાં પછી આગળ શું કરવું એ સમસ્યાઓની અત્યારથી મુંજવણ
  • તેઓ પરીક્ષાને લઈને ગભરાટ અને ચીડિયાપણાની ફરિયાદ કરી રહ્યા છે.
  • બાળકો કે જેઓ અભ્યાસમાં હોશિયાર છે, પરંતુ તેઓ તેમના માર્કસની વધુ ચિંતા કરે છે.
  • નાપાસ થશું તો આગળ શું કરીશું એ વિશેનો ખોટો ભય
  • વાલીઓને એ ચિંતા પણ થાય કે અમારા બાળકનું ભવિષ્યમાં શું થશે?
  • વાલીઓને સતાવતો ભય કે ભણશે નહિ તો આગળ કરશે શું?
  • સમાજમાં લોકો શું કહેશે એ ભય વાલીઓને અકળામણ કરાવી રહ્યું છે

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓને સુચનો

  • જે પેપર પૂર્ણ થઇ ગયું છે અથવા જે પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે તેના વિશે વધુ વિચાર કરી નિષેધક ન બનવું.
  •  હતાશ બાળકોના મનમાં આશા જીવંત કરવી
  • તમારા બાળકની   સરખામણી બીજા બાળક સાથે ન કરો.
  • વાલીઓએ ધ્યાન રાખવું કે હતાશ થયેલ બાળકને એકલું ન મુકવું
  • બાળકોએ પણ સમજવું કે બોર્ડની પરીક્ષા એ જીવનની આખરી પરીક્ષા નથી માટે મનને મજબુત રાખો
  • વ્યક્તિનું મૂલ્યાંકન દર વખતે ટકા આધારિત ન હોય માટે બાળકોનું મૂલ્યાંકન ટકા આધારિત ન કરો.

વિદ્યાર્થી કઈ ભૂલો કરે છે અને વાલીઓ કઈ રીતે અટકાવી શકે?

  • થોડી જ સમજણ ડેવલોપ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓને એવો ભાવ હોવો કે હવે પોતે પરિપક્વ થઇ ગયા છે.
  • જાત પર નિયંત્રણ રાખવું જરૂરી છે
  • બધું સરળતાથી મળી જશે એવો ભાવ વિકસિત ન કરવો
  • અમને બધી ખબર પડે એવો ભાવ હોવાથી વાલીઓ સાથે કોઈ વાતચીત ન કરવી અને અંતે સમસ્યાઓ અનુભવવી સાથે વાલીઓ પણ પોતાની અપેક્ષાઓ પોતાના બાળકો પર ઢોળી દે છે
  • આત્મ મૂલ્યાંકનની ઉણપ ક્યારેક ઉચ્ચ તો ક્યારેક નિમ્ન આત્મ મૂલ્યાંકન
  • અનુશાશનની ઉણપ જોવા મળે છે
  • વાડને ઉગવા માટે વૃક્ષના ટેકાની જરૂર હોય જે ટેકો માતા પિતા બની શકે
  • બાળકની ભૌતિકની સાથે સામાજિક જરૂરિયાતો પણ પૂર્ણ કરો.
  • સમાજ સુધારણા ઘરથી કરવી જોઈએ જેની જાણ દરેક વાલીઓને હોવી જરૂરી
  • ટકટક કરવાની જગ્યાએ વાલીઓએ ટકોર કરવી અને બાળકોએ પણ તેનો સ્વીકાર કરવો
  • નિર્ણય થોપવા કરતા વાલીઓએ તે વિશે સમજાવવું
  • આદેશ અને સલાહ આપવા કરતા તેના કાર્યમાં સહભાગી બનો
  • માતાપિતાએ ધ્યાન રાખવું કે માત્ર સવલતોથી સબંધ નથી બનતો તેમાં હૂફ પણ જોઈએ
  • બાળક વારંવાર ઠપકો આપવાથી અસર વિહીન બની જશે માટે માત્ર ઠપકો જ ન આપો
  • માતાપિતાએ ધ્યાન રાખવું કે સંપતિ આપવાના ચક્કરમાં સમય ન ભૂલાય
  • પિતાનું કામ એ ખભો આપવાનું છે અને માતાએ ખોળો આપવાનો છે પણ સતત આંગળી પકડી ચાલવું નહી
  • મોર્ડન માતાઓ જમતી વખતે બાળકને મોબાઈલની ટેવ પાડે અને પછી એ જ ટેવથી અકળાઈ જાય
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ