બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 'BJP's job is to suppress opposition MLAs, we will remain in AAP for five years

પ્રતિક્રિયા / 'ભાજપનું કામ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનું છે, અમે પાંચ વર્ષ AAPમાં જ રહીશું', રાજીનામાની અટકળો વચ્ચે AAPના 2 MLAની સ્પષ્ટતા

Priyakant

Last Updated: 12:42 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP MLA Statement Latest News: AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ કહ્યું, હું આગામી સમયમાં AAPમાંથી લોકસભાની ચૂંટણી લડીશ, ઉમેશ મકવાણાએ કહ્યું , ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છેઃ

  • VTV NEWS સાથે વાત કરતા AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીની સ્પષ્ટતા
  • હું AAP સાથે જ છુ, હું કોઇ પણ પાર્ટી સાથે જોડાવાનો નથી-સુધીર વાઘાણી 
  • હું આગામી સમયમાં AAPમાંથી લોકસભાની ચૂંટણી લડીશ-સુધીર વાઘાણી
  • ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છેઃ ઉમેશ મકવાણા
  • ધારાસભ્યોને જેલમાં નાખી દેવાની ધમકી આપી રહ્યુ છેઃ ઉમેશ મકવાણા

AAP MLA Statement : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ઓપરેશન લોટસ શરૂ થયું હોવાની સ્થિતિ બની છે. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. આ તરફ એવી ચર્ચા હતી કે, AAPના હજી બીજા 2 ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. જોકે હવે ગારીયાધાર AAP ધારાસભ્ય સુધીર વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે, હું AAP સાથે જ છું. 

આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો પર જીત મેળવી હતી. આ તરફ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ AAPના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી હતી. જોકે હવે વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદમાં ચર્ચા હતી કે, ગારીયાધાર AAPના ધારાસભ્ય સુધિર વાઘાણી અને બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ રાજીનામું આપી શકે છે. 

શું કહ્યું ધારાસભ્ય સુધીર વાઘાણીએ ? 
AAPના ધારાસભ્યોના રાજીનામાંની ચર્ચા વચ્ચે VTV NEWS સાથે વાત કરતા AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી. AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ કહ્યું કે, હું AAP સાથે જ છું, હું કોઇ પણ પાર્ટી સાથે જોડાવાનો નથી. આ સાથે તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, હું આગામી સમયમાં AAPમાંથી લોકસભાની ચૂંટણી લડીશ.  
 
AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા
AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનુ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ VTV NEWS સાથે વાત કરતા બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રતિક્રિયા આપી છે. ઉમેશ મકવાણાએ કહ્યું કે, ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છે, ધારાસભ્યોને જેલમાં નાખી દેવાની ધમકી આપી રહ્યુ છે. ભુપત ભાઈ પર પણ પ્રેશર હતુ, ભાજપ ખરીદવેચાણ સંઘ બની ગયુ છે. આ સાથે કહ્યું કે, ભાજપ આપથી ડરી ગયુ છે, અમારા 4 ધારાસભ્યો અમે એક જ છીએ. અમે પાંચ વર્ષ આપમાં જ રહેવાના છીએ. 

કોણ છે ભૂપત ભાયાણી  ? 
આજે વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપેશ ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળી ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે. 

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.  ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.  જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ