બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bjp rajya sabha mp Narhari Amin demand new dialysis centers in india

રાજ્યસભા / ગામડાના દર્દીઓને ડાયાલિસિસ કરાવવા માટે દૂર સુધી જવું પડે છે, નજીકમાં સેન્ટરો ખોલવામાં આવેઃ સાંસદ નરહરિ અમિનની માંગ

Hiren

Last Updated: 07:23 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને સંસદમાં દેશના કરોડો ગરીબ દર્દીઓના સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. ડાયાલિસિસ સેન્ટરો વધારવા માટે માંગ કરી છે.

  • એક વખત ડાયાલિસિસ કરાવવા માટે 2 હજારનો થાય છે ખર્ચઃ સાંસદ
  • કેન્દ્ર સરકારે દેશમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમની કરી શરૂઆતઃ સાંસદ
  • દેશના તમામ જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવેઃ સાંસદ

રાજ્યસભામાં મંગળવારે(29 માર્ચ) ભાજપના સાંસદે કિડનીની બીમારીના દર્દીઓની સંખ્યા વધવા પર ચિંતા વ્યક્ત કરતા, દેશભરમાં ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા વધારવાની માંગ કરી છે. ડાયાલિસીસના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. દેશમાં દર વર્ષે 2.2 લાખ નવા દર્દી વધી રહ્યા છે. દર્દીઓની આ વધતી સંખ્યાને જોતાં, દર વર્ષે 3.4 કરોડ દર્દીને ડાયાલિસીસની જરૂર પડે છે. કિડનીની ગંભીર બીમારીથી પીડીત દર્દીઓ માટે ડાયાલિસિસ કેન્દ્રો વધારવા માટે સરકારનું ધ્યાન દોર્યું હતું. ગરીબ દર્દીઓને રહેઠાણથી નજીક અને સસ્તી સારવાર મળી રહે ટે માટે ડાયાલિસિસ કેન્દ્રો વધારવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન ભાજપના સંસદ સભ્ય નરહરિ અમીને આ મુદ્દો ઉઠવા કહ્યું કે, દેશમાં કીડનીના દર્દીઓની સંખ્યા દર વર્ષે વધતી જઇ રહી છે અને અંદાજિત 3 કરોડ લોકોની કિડની કામ ન કરી શકવાના કારણે તેને ડાયાલિસિસ કરાવવું પડે છે. દેશમાં કરોડો દર્દીઓ, કેન્સર ડાયાબિટીસ સહિતની અનેક બિમારીઓની જેમ ડાયાલિસિસના દર્દીઓ વધી રહ્યા છે. 

એક વખત ડાયાલિસિસ કરાવવા માટે 2 હજારનો થાય છે ખર્ચઃ સાંસદ
તેમણે કહ્યું કે, એક વખત ડાયાલિસિસ કરાવવા પાછળ 2000 રૂપિયાનો ખર્ચ આવે છે. દેશમાં અંદાજિત 5000 ડાયાલિસિસ કેન્દ્રો છે જેમાં સૌથી વધુ કેન્દ્ર શહેરી વિસ્તારોમાં છે. તેમણે કહ્યું કે, તેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ડાયાલિસિસ માટે શહેરોમાં આવવું પડે છે. તો મુસાફરી અને રહેવા-જમવાનો ખર્ચ પણ વધી જાય છે, જ્યારે બીમારીની સારવારના કારણે તેના પર પહેલાથી જ આર્થિક બોજ રહે છે.

કેન્દ્ર સરકારે દેશમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમની કરી શરૂઆતઃ સાંસદ
સાંસદે કહ્યું હતું કે, દેશભરમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેના માટે ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા વધારવી જરૂરી છે.

દેશના તમામ જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવેઃ સાંસદ
આ કેન્દ્રની સંખ્યા વધારવાની માંગ કરતા સાંસદે સલાહ આપી છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ, ચેરિટેબલ સંસ્થાઓ અને બીન સરકારી સંગઠનોની મદદથી ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાલિસિસ કેન્દ્રની સ્થાપના કરવી જોઈએ જેથી કિડનીની બીમારીથી પીડાતા લોકોને રાહત મળી શકે. વધુમાં વધુ ગામડાઓમાં અને તમામ જિલ્લાઓમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા જોઈએ. ઉપકરણોમાં પણ રાહત આપવી જોઈએ. 

ગુજરાત સરકારે 92 સેન્ટર શરૂ કર્યાઃ સાંસદ
સાંસદે કહ્યું હતું કે,પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા 92થી વધુ સેન્ટર સ્થાપિત કરાયા છે. અન્ય રાજ્યમાં પણ આવી રીતે સેન્ટરો સ્થાપિત કરવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ