બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bjp pankaj chaudhary has resigned as a minister from the state bjp

રાજકારણ / ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી પંકજ ચૌધરીનું રાજીનામું, કારણ અંગે નેતાજીએ સેવ્યું મૌન

Malay

Last Updated: 12:29 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Politics News: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજ ચૌધરીએ રાજીનામું આપતા ખળભળાટ.

  • ભાજપના પ્રદેશ સંગઠનમાં વધુ એક રાજીનામું
  • પ્રદેશ મંત્રી પદેથી પંકજ ચૌધરીનું રાજીનામું
  • રાજીનામાં અંગે પંકજ ચૌધરીએ સેવ્યું મૌન 

Gujarat Politics News: ગુજરાતમાં એક તરફ મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી રહી છે તો બીજી તરફ પ્રદેશ ભાજપમાંથી વધુ એક રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ રાજીનામું કેમ આપ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તો રાજીનામા અંગે પંકજ ચૌધરીએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેઓએ આ મામલે મૌન સેવ્યું છે. 

Image
પંકજ ચૌધરી

રાજકારણમાં ચાલી રહી છે આ ચર્ચાઓ
પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમનું રાજીનામું લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે તેમણે એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું. 

બે મહામંત્રી બાદ હવે મંત્રીનું રાજીનામું
સૌથી મહત્વની વાત છે કે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ હવે મંત્રી પંકજ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે.  સૌથી મોટા હોદ્દા પર રહેલી આ ત્રીજી વ્યક્તિનું રાજીનામું પડ્યું છે. 

યુવા મોરચાના પ્રભારીની જવાબદારીમાંથી થયા મુક્ત 
આપને જણાવી દઈએ કે, પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેમને ભાજપ યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી પણ સોપવામાં આવી હતી. હવે તેઓ ભાજપ યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી પણ મુક્ત થઈ ચૂક્યા છે. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહ્યા છે. 

પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું હતું રાજીનામું
નોંધનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું (Pradeep Singh Vaghela Resignation) આપી દીધું હતું. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ