બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / Politics / bjp have no muslim face in rajyasabha

સંસદ / લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ભાજપ તરફથી કોઈ મુસ્લિમ ચહેરો નહીં હોય, ત્રણ મુસ્લિમ સાંસદની પૂરી થઈ રહી છે ટર્મ

Pravin

Last Updated: 05:34 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ભાજપ તરફથી કોઈ મુસ્લિમ ચહેરો દેખાશે નહીં. 10 જૂન થનારી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

  • રાજ્યસભાના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી
  • આ યાદીમાં કોઈ મુસ્લિમ ચહેરો દેખાયો નહીં
  • લોકસભા બાદ રાજ્યસભામાં પણ મુસ્લિમ ઉમેદવાર નહીં

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ભાજપ તરફથી કોઈ મુસ્લિમ ચહેરો દેખાશે નહીં. 10 જૂન થનારી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પણ આ વખતે ઉમેદવારોમાં કોઈ પણ મુસ્લિમ ચહેરો દેખાયો નથી. આ અગાઉ પાર્ટીએ ત્રણ મુસ્લિમ નેતાઓને રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, પૂર્વ મંત્રી એમજે અકબર અને ઝફર ઈસ્લામનો સમાવેશ થાય છે પણ આ લોકોનો કાર્યકાળ હવે સમાપ્ત થવાનો છે, તો આવી રીતે હવે લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ ભાજપ તરફથી કોઈ પણ મુસ્લિમ તહેરો સાંસદ નહીં હોય.

જો આ ત્રણ મુસ્લિમ સાંસદોની વાત કરીએ તો, મુખ્તાર અબ્બાસ નકવીનો કાર્યકાળ 7 જૂલાઈએ ખતમ થઈ રહ્યો છે. એમજે અકબરનો કાર્યકાળ 29 જૂને ખતમ થઈ રહ્યો છે અને ઝફર ઈસ્લામનો કાર્યકાળ 4 જૂલાઈએ ખતમ થઈ જશે.

મુખ્તાર અબ્બાસ નકવી રામપુર સીટ પરથી લડી શકે છે પેટાચૂંટણી

મુખ્તાર અબ્બાસ નકવી હાલમાં મોદી સરકારમાં મંત્રી પદ પર છે અને 6 મહિનામાં તે સાંસદ નહીં બની શકે તો, તેમનું મંત્રી પદ છીનવાઈ જશે. પણ સમાચાર એવા આવી રહ્યા છે પાર્ટી તેમને આ વખતે રામપુર સીટ પરથી લોકસભાની પેટાચૂંટણી લડાવી શકે છે. કારણ કે, સપા નેતા આઝમ ખાનના રાજીનામા બાદ રામપુર સીટ ખાલી થઈ ગઈ છે અને આ સીટ પર પેટાચૂંટણીથી જાહેરાત પણ થઈ ચુકી છે. મુખ્તાર અબ્બાસ નકવી પહેલા પણ રામપુર સીટ પરથી લોકસભા ચૂંટણી લડી ચુક્યા છે. 

લોકસભામાં પણ ભાજપનો કોઈ સાંસદ મુસ્લિમ નથી

લોકસભાની વાત કરીએ તો, પહેલાથી ભાજપમાં કોઈ મુસ્લિમ સાંસદ નથી. ગત ચૂંટણીમાં પણ પાર્ટી તરફથી કોઈ મુસ્લિમ ચહેરાને ટિકિટ આપવામાં આવ્યા હતી, પણ કોઈ મુસ્લિમ ચહેરો જીતી શક્યો નહોતો. પણ જો એનડીએની વાત કરીએ તો, બિહારના એક માત્ર મુસ્લિમ ચહેરા એવા મહેબૂબ અલી છે, જે લોજપાની સીટ પરથી જીતીને લોકસભા પહોંચ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ