બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP has given ticket to Jashwantsinh and Congress to Dr. Prabha Taviad in Dahod seat

જનમત / દાહોદ બેઠકમાં પર ભાજપ કે કોંગ્રેસ? કોણ ડામાડોળ, ઈતિહાસ અને જ્ઞાતિ ગણિતથી આ પક્ષ ટેન્શનમાં

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:29 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dahod Lok Sabha seat: જશવંતસિંહ દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવે છે. તેઓ લીમખેડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે ટર્મથી દાહોદના સાંસદ છે

દાહોદ લોકસભા બેઠક 

ભાજપ            જશવંતસિંહ ભાભોર
કોંગ્રેસ            ડૉ.પ્રભા તાવિયાડ

કોણ છે જશવંતસિંહ ભાભોર 

જશવંતસિંહ દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવે છે. તેઓ લીમખેડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લી બે ટર્મથી દાહોદના સાંસદ છે. મોદી સરકારની પહેલા કાર્યકાળમાં આદિજાતિ રાજ્યમંત્રી હતા. જશવંતસિંહ ભાભોરના પિતા જનસંઘના પાયાના કાર્યકર હતા. પક્ષે ત્રીજી વખત લોકસભા લડવાની તક આપી છે. 

કોણ છે ડૉ.પ્રભા તાવિયાડ?

ડો પ્રભા તાવિયાડ 2009માં દાહોદના સાંસદ તરીકે ચૂંટાયા હતા. સોનિયા ગાંધીની નજીક ગણવામાં આવે છે. વ્યવસાયે તબીબ છે તેમજ જિલ્લાના અગ્રણી નેતા છે. પ્રભા તાવિયાડના પતિ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે. 

2019નું પરિણામ

ભાજપ    જશવંતસિંહ ભાભોર
પરિણામ    જીત

કોંગ્રેસ    બાબુ કટારા
પરિણામ    હાર

દાહોદ બેઠકનો ઈતિહાસ

એકંદરે આ બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે તેમજ ભાજપે આ બેઠક ઉપર અત્યાર સુધી 4 વાર જીત મેળવી છે. અહીં એક વખત સ્વતંત્ર પક્ષનો પણ વિજય થયો છે. આદિવાસી માટે અનામત બેઠક છે તેમજ કોંગ્રેસના સોમજી ડામોર દાહોદથી પાંચ ટર્મ સાંસદ રહ્યા. 

દાહોદ લોકસભામાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?

સંતરામપુર
ફતેપુરા
ઝાલોદ
ગરબાડા
લીમખેડા
દાહોદ
દેવગઢબારિયા

દાહોદનું જ્ઞાતિ સમીકરણ?

આદિવાસી સમુદાયના પ્રભુત્વવાળી બેઠક છે. ભીલ સમુદાયની તમામ તાલુકાઓમાં વધુ વસતિ છે. દેવગઢબારિયામાં કોળી સમાજના મતદારો પણ નોંધપાત્ર છે. લીમખેડામાં પણ કોળી સમાજના મતદાર નોંધપાત્ર તેમજ અન્ય સમાજના અંદાજે 10% મતદાર છે. 

વાંચવા જેવું: સુરતીઓને કોણ પસંદ? મુકેશ દલાલ કે નિલેશ કુંભાણી, જ્ઞાતિના સમીકરણથી રસાકસી

દાહોદ લોકસભા બેઠકના મુદ્દા

મોટેભાગે ચોમાસા આધારિત ખેતીનો મુદ્દો છે. જિલ્લામાં નહેરો, સિંચાઈના પાણીનો વિકલ્પ નથી. ચોમાસા સિવાયની સિઝનમાં નદી, ડેમના પાણી આધારિત ખેતી છે. જિલ્લામાં સ્થાનિક સ્તરે રોજગારી નહીં હોવાનો પણ મુદ્દો છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dahod Lok Sabha seat Election 2024 Lok Sabha Election 2024 જશવંતસિંહ ભાભોર દાહોદ લોકસભા બેઠક Lok Sabha Election 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ