બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / BJP has declared 160 candidates in which the youngest face is Hardik Patel

ઈલેક્શન 2022 / ભાજપના 160 ઉમેદવારોમાંથી સૌથી યુવાન ચહેરો હાર્દિક, બાબુ જમના વયોવૃદ્ધ, જુઓ ઉંમર પ્રમાણેનું સટીક એનાલિસિસ

Dinesh

Last Updated: 01:24 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે પ્રથમ યાદી 160 ઉમેદવારીની જાહેર કરી છે જેમાં પાંચ યુવા ચહેરામાં હાર્દિક પટેલ જેમની ઉંમર 29 વર્ષ જ છે, તો સૌથી વધુ ઉંમરના બાબુ પટેલ જેમની ઉંમર 74 વર્ષની છે.

 

  • ભાજપના 160 મુરતીયામાંથી સૌથી યુવાન ચહેરો હાર્દિક
  • સૌથી વધુ ઉંમરના ઉમેદવારોમાં બાબુ પટેલ-74 વર્ષ
  • 14 બેઠકો પર મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવી 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રણશિંગૂ ફંકાઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે દાવે પેચ શરૂ કરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ ભાજપે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેમાં 14 બેઠકો પર મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવી છે. ભાજપે કેટલાક યુથને પણ મેદાને ઉતાર્યા છે. ભાજપના જાહરે થયેલા 160 ઉમેદવારોનું એનાલિસીસ કરીએ...

ભાજપે જાહેર કરલા ઉમેદવારોમાં સૌથી પાંચ યુવા ચહેરા

બેઠક ઉમેદવારનુ નામ ઉમંર
વિરમગામ હાર્દિક પટેલ 29
નરોડા ડો.પાયલ કુકરાણી 30
જામનગર રિવાબા જાડેજા 32
ખેડા રાજેશ કુમાર ઝાલા 33
ગાંધીધામ માલતી મહેશ્વરી 34

ભાજપે પ્રથમ યાદી 160 ઉમેદવારીની જાહેર કરી છે જેમાં પાંચ યુવા ચહેરા જોઈએ. સૌથી યુવા હાર્દિક પટેલ જેમની ઉંમર 29 વર્ષ જ છે, ત્યાર બાદ ડો.પાયલ કુકરાણીને ટિકિટ નરોડા બેઠક પરથી આપી છે જેમની ઉંમર 30 વર્ષની છે. તમને જણાવી દઈએ પાંચ યુવા પહેરામાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં સૌથી વધુ ઉંમર ધરાવતા પાંચ ચહેરા

બેઠક ઉમેદવારનુ નામ ઉમંર
દસક્રોઈ બાબુ પટેલ 74
બાલાસિનોર માનિસિંહ ચૌહાણ 72
પંચમહાલ જેઠાભાઈ ભરવાડ 72
પારડી કનુ દેસાઈ 71
ઉમરગામ રમણલાલ પાટકર 70

તમને જણાવી દઈએ કે, આ વખતે ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં સૌથી વધુ ઉંમર ધરવાતા પાંચ ચહેરા જોઈએ તો બાબુ પટેલ, માનિસિંહ ચૌહાણ,જેઠાભાઈ ભરવાડ, કનુ દેસાઈ, રમણલાલ પાટકર સમાવેશ થાય છે જેમાં બાબુ પટેલની ઉંમર 74 વર્ષની છે

ભાજપ 40થી60 વચ્ચેના ઉંમરના લોકોને વધુ ટિકિટ આપી
ભાજપે જાહેર કરેલી 160 ઉમેદવારોનો વિશ્લેષણ કરીએ તો 29થી45 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોની સંખ્યા 21 છે જ્યારે 46થી60 વચ્ચે ઉમર ધરાવતા ઉમેદાવરો 91 છે. તેમજ 60 વધુ વય ધરવાતા 48 ઉમેદવારોનો સમાવશે થાય છે. ભાજપે સૌથી વધુ ટિકિટ 40થી60 વચ્ચેના ઉંમરના ઉમેદવારોને આપી છે.

  • 14 બેઠકો પર મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવી છે.

જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા
સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા 2019ની લોકસભાની ચુંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મુળ રાજકોટના રહેવાસી છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક સેવામાં સક્રિય છે. તેઓ રાજપુત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે
ગાંધીધામ બેઠક પર માલતી મહેશ્વરી
માલતી કિશોર મહેશ્વરી કચ્છના ગાંધીધામ મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપે છે. ગાંધીધામ નગરપાલિકાની ચુંટણીઓ 2015થી તેમણે રાજકીય કારકીર્દી શરૂ કરી હતી. 2017ની ચુંટણીઓમાં તેમણે અહીંથી ભાજપને વિજય અપાવ્યો હતો. 14મી વિધાનસભામાં તેઓ સૌથી યુવા ધારાસભ્ય હતા. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ