બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / BJP Balle-Balle: Record win in UP-Bihar by-elections, makes history in Haryana too

BIG BREAKING / ભાજપની બલ્લે-બલ્લે: યુપી-બિહારની પેટાચૂંટણીમાં રેકૉર્ડ જીત, હરિયાણામાં પણ રચી નાંખ્યો ઈતિહાસ

Priyakant

Last Updated: 01:35 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા, બિહારના ગોપાલગંજમાં BJP તો બિહારની મોકામા સીટ પર RJDની જીત

  • 6 રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો ચોંકાવનારા 
  • બિહારના ગોપાલગંજમાં BJP તો બિહારની મોકામા સીટ પર RJDની જીત 
  • ઉત્તર પ્રદેશના ગોલા ગોકર્ણનાથમાં ભાજપની જીત
  • મુંબઇના અંધેરી ઈસ્ટમાં ઠાકરે જુથની જીત નિચ્છિત 

6 રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. મહત્વનું છે કે, જે 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આમાંથી કેટલીક બેઠકો ધારાસભ્યના નિધન બાદ ખાલી હતી. આ તમામ 7 બેઠકોમાંથી 3 પર ભાજપ, 2 પર કોંગ્રેસ અને એક-એક બેઠક પર આરજેડી અને ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીનો કબ્જો હતો. 

દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. આરજેડીએ બિહારમાં મોકામા સીટ જીતી છે. બીજી તરફ ગોપાલગંજ અને ગોકર્ણનાથ સીટ ભાજપે જીતી લીધી છે. મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ, તેલંગાણાની મુનુગોડે, ઓડિશાની ધામનગર અને હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. આ બેઠકો પર ગુરુવારે મતદાન થયું હતું. 

બિહારના ગોપાલગંજમાં ભાજપની જીત 

આજે બિહારમાં બે બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. બિહારની ગોપાલગંજ સીટની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. આ વખતે ગોપાલગંજ સીટ પર બીજેપી ઉમેદવાર કુસુમ દેવીએ આરજેડીના મોહન પ્રસાદને હરાવ્યા છે. બિહારની પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને આરજેડી વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું હતું.

બિહારની મોકામા સીટ પર આરજેડીની જીત 

આ સાથે બિહારની મોકામા સીટ પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યાં આરજેડીએ ફરી કબજો જમાવ્યો છે. બાહુબલી નેતા અનંત સિંહની પત્ની નીલમ દેવીએ ચૂંટણી જીતી છે. નીલમ દેવીનો મુકાબલો ભાજપની સોનમ દેવી સાથે હતો. તે બાહુબલી લલન સિંહની પત્ની છે. લલન સિંહ અને અનંત સિંહ લાંબા સમયથી એકબીજાના હરીફ છે. લલન સિંહ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા સૂરજ ભાન સિંહના નજીકના માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના ગોલા ગોકર્ણનાથમાં ભાજપની જીત 

ગોલા ગોકર્ણનાથ બેઠક લખીમપુર ખીરી જિલ્લામાં છે. આ બેઠક પર માર્ચ મહિનામાં ભાજપના ધારાસભ્ય અરવિંદ ગિરી ચૂંટાયા હતા. તેમના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતો હતી. જોકે ગોલા ગોકરનાથ સીટ પર બીજેપી ઉમેદવાર અમન ગીરીએ જીત મેળવી છે.

મુંબઇના અંધેરી ઈસ્ટમાં ઠાકરે જુથની જીત નિચ્છિત 

અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક માટે મતગણતરીનો 11મો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. અત્યાર સુધીમાં ઉદ્ધવ જૂથની ઋતુજા લટકેને 42343 વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબરે NOTA છે. મતલબ NOTA પર 8379 મત પડ્યા છે. બીજી તરફ બાલા નાદરને 1052, મનોજ નાઈકને 622, મીના ખેડેકરને 948, ફરહાન સૈયદને 753, મિલિંદ કાંબલેને 455, રાજેશ ત્રિપાઠીને 1067 મત મળ્યા છે.

હરિયાણાની આદમપુર સીટ ઉપર ભાજપની ઐતિહાસિક જીત

હરિયાણાની આદમપુર સીટ પર ભાજપ પ્રથમ વખત જીત તરફ આગળ વધી હતી. જે બાદમાં હવે ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. જોકે જીતનો શ્રેય ભજનલાલ પરિવારને જાય છે જે છેલ્લા 54 વર્ષથી આ બેઠક પર શાસન કરે છે. આ વખતે પરિવારની ત્રીજી પેઢીના યુવાનો ભવ્ય બિશ્નોઈ વારસાને આગળ ધપાવી રહ્યા છે. અગાઉ ભજનલાલ પરિવાર અહીંથી કોંગ્રેસની ટિકિટ પર જીતતો રહ્યો છે. પરંતુ, ભવ્યાના પિતા કુલદીપ તાજેતરમાં ભાજપમાં જોડાયા બાદ રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ