બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Biporjoy impact Rains break 100-year record in Rajasthan: Seven dead, thousands Migration

વાવાઝોડાનો કહેર / બિપોરજોયની એવી અસર કે વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: સાત લોકોના મોત, હજારોનું સ્થળાંતર, રાજસ્થાન કરી રહ્યું છે ત્રાહિમામ

Megha

Last Updated: 01:37 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત બિપરજોયના પ્રભાવ હેઠળ રાજસ્થાનના ભાગોમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે સાત લોકોના મોત થયા તો અજમેરમાં વરસાદનો 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે

  • ભારે વરસાદને કારણે રાજસ્થાનમાં સાત લોકોના મોત થયા
  • અજમેરમાં વરસાદનો 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો
  • 15,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

ચોમાસા પહેલા રાજસ્થાનમાં પ્રથમ વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચાર દિવસમાં ચક્રવાત બિપોરજોયે ઘણા વિસ્તારોમાં એટલો વરસાદ કર્યો કે ચોમાસાની સિઝનનો ક્વોટા પૂરો થઈ ગયો છે. પૂર્વી રાજસ્થાનમાં આવ્યા બાદ ચક્રવાતી તોફાન બિપોરજોયની અસર ચોક્કસપણે નબળું પડ્યું છે પણ તેની મોટી અસર જોવા મળી રહી છે.

ભારે વરસાદને કારણે રાજસ્થાનમાં સાત લોકોના મોત થયા
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ ચક્રવાત બિપરજોયના પ્રભાવ હેઠળ રાજસ્થાનના ભાગોમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં સાત લોકોના મોત થયા છે. મુખ્ય મંત્રી અશોક ગેહલોતે મંગળવાર અને બુધવાર માટે નિર્ધારિત બુંદી, કોટા, ઝાલાવાડ અને દૌસાની તેમની મુલાકાત રદ કરી છે અને મંગળવાર અને બુધવારે બિપોરજોય ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને અસરગ્રસ્ત લોકોને મળશે. ગેહલોત મંગળવારે બાડમેર, સિરોહી અને જાલોર અને બુધવારે પાલી અને જોધપુર જિલ્લાની મુલાકાત લેશે.

અજમેરમાં વરસાદનો 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો
બાડમેર, પાલી, રાજસમંદ, ભીલવાડા, અજમેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં પાલીના મુથાણામાં 530 મીમી એટલે કે 21.3 ઈંચ વરસાદ નોંધાયો છે. પાલીમાં પણ 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. બુંદી, અજમેર, ભીલવાડાના સેંકડો ગામોમાં વીજળી ડુલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7  લોકોના મોત થયા છે. અજમેરમાં વરસાદનો 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. સોમવારે અજમેરમાં સૌથી વધુ 100.5 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર મંગળવાર માટે કોઈ પણ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી. જો કે કોટા, બારન-સવાઈ મધેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

15,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
આપત્તિ વ્યવસ્થાપન અને રાહત વિભાગના સચિવ પીસી કિશને જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે. "સાત મૃત્યુમાંથી, ચાર રાજસમંદમાં થયા," તેમણે કહ્યું. જાલોર, સિરોહી, પાલી અને બાડમેર જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, એનડીઆરએફના જવાનો દ્વારા આ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએથી 133 લોકોને બચાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં 123 લોકોને બહાર કાઢ્યા છે અને આર્મીના જવાનોએ નવ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. આ સાથે જ 15,000 લોકોનું સ્થળાંતર કરીને એને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 8,700 કાચા ઘર અને 2000 ટ્રાન્સફોમર તો 8,500 વીજળીના થાંભલા પડી ગયા છે. ' 

સોમવારે અજમેરમાં સૌથી વધુ 100.5 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન કચેરીના જણાવ્યા અનુસાર મંગળવાર માટે કોઈ પણ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ