બ્રેકિંગ ન્યુઝ
VTV / Biparjoy in Rajasthan, 6 districts are under red zone, 14 trains cancelled
Vaidehi
Last Updated: 05:32 PM, 17 June 2023
ADVERTISEMENT
ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં ચક્રવાત બિપરજોયની અસર જોવા મળી રહી છે. આજે સવારથી બાડમેર, સિરોહી, ઉદયપુર, જાલોર, જોધપુર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ૫૦થી ૬૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન તેની સૌથી વધુ અસર જાલોર, સિરોહી અને બાડમેરમાં જોવા મળી હતી. આ જિલ્લાઓમાં ચારથી પાંચ ઈંચ વરસાદ પડ્યો છે.
#WATCH | Rajasthan: Udaipur witnesses Cyclone 'Biparjoy' impact; glass fell from the second floor, and a car was damaged#CycloneBiparjoy pic.twitter.com/7uoAHMLSnO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 17, 2023
ADVERTISEMENT
૧૪ ટ્રેન રદ કરી
હવામાન વિભાગે બાડમેર, જાલોર, સિરોહી અને પાલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એ જ સમયે રેલ્વેએ બાડમેરથી પસાર થતી ૧૪ ટ્રેન રદ કરી છે. એવી જ રીતે ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની બે ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે.
પાકિસ્તાન સરહદને અડીને આવેલા બાડમેરના બખાસર, સેડવા ચૌહાતાન, રામસર, ધોરીમના ગામોના પાંચ હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.
૮૦ ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ
બિપરજોયની અસરના કારણે રાજસ્થાનના ૮૦ ટકા વિસ્તારમાં ગઇ કાલે સવારથી વાદળછાયું વાતાવરણ હતું. આ સિસ્ટમના કારણે ગઈ કાલે રાતે ચુરુના બિડાસરમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે આશરે 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સિરોહીના ઘણા વિસ્તારોમાં ૬૨ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ બાડમેરના સેંદવા વિસ્તારમાં નોંધાયો હતો. આ ઉપરાંત ગત રાતથી અત્યાર સુધીમાં સિરોહીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. એવી જ રીતે જોધપુર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, અજમેર, ભીલવાડા, બિકાનેર, જેસલમેર, ટોંક, રાજસમંદ સહિતના અન્ય જિલ્લામાં પણ ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આજે બાડમેર, જોધપુર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ભીલવાડા, કરૌલી, સવાઈ માધોપુર, સીકર, ટોંક, બિકાનેર, નાગૌરમાં મુશળધાર વરસાદ અને ભારે પવનની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી બાદ વહીવટીતંત્રે ઉદયપુર, અજમેર, જોધપુર, જયપુર, કોટા, ભરતપુર અને બિકાનેરમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની આઠ કંપનીઓ અને કિશનગઢ તથા અજમેરમાં એનડીઆરએફની એક-એક કંપની લોકોને બચાવવા માટે તહેનાત કરી છે.
કેબિનેટ પ્રધાન વિશ્વેન્દ્ર સિંહે લોકોને અપીલ કરી
ચક્રવાત બિપરજોયને લઈ હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેબિનેટ પ્રધાન વિશ્વેન્દ્ર સિંહે લોકોને અપીલ કરીને કહ્યું કે હવામાન વિભાગે રાજસ્થાનના વિવિધ ભાગોમાં આંધી અને ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. સામાન્ય જનતાને ભારે વાવાઝોડા દરમિયાન સલામત સ્થળે જવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા તથા મુશળભાર વરસાદ જેવી કોઈ પણ કટોકટીમાં એકબીજાને મદદ કરવા અપીલ છે
હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ચક્રવાત બિપરજોયની અસરના કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના બાડમેર, પાલી, સિરોહી, જાલોરમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં આગામી ૪૮ કલાકમાં ૨૦૦ િમમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ ઉપરાંત પાણી ભરાવા અને પૂરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા બિપરજોયની અસરના કારણે રાજ્યમાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.