બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Bihar Chief Minister Nitish Kumar has resigned

BIG BREAKING / નીતિશ કુમારે આપ્યું રાજીનામું: બિહારમાં હજુ બાકી છે 'ખેલા'? શું કરશે ભાજપ?

Priyakant

Last Updated: 11:54 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitish Kumar Resigned Latest News: મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન પહોંચી રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું, NDAના સમર્થન સાથે આજે જ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

  • બિહારમાં રાજકીય ગરમાવા બાદ આખરે નીતિશ કુમારનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું  
  • નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે, હવે સાથે રહેવું મુશ્કેલ
  • બેઠક બાદ તેઓ રાજભવન જવા રવાના થયા અને પછી રાજ્યપાલને રાજીનામું આપ્યું

Nitish Kumar Resigned : બિહારમાં રાજકીય ગરમાવા બાદ આખરે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે, હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન જવા રવાના થયા અને પછી રાજ્યપાલને રાજીનામું આપ્યું છે.

નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હવે બીજેપી ધારાસભ્યો થોડીવારમાં સીએમ આવાસ પહોંચશે. આજે જ નીતિશ કુમાર નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

નીતિશ કુમારે આજે રાજીનામું આપ્યા બાદ હવે સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પોતાના નેતાઓ અને ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે. ધારાસભ્યોની બેઠકમાં તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં મોટી રમત થવા જઈ રહી છે.

નીતીશ કુમારના આ પગલાને INDIA ગઠબંધન માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ રહ્યા છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આજે પૂર્ણિયામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન પહોંચી રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. NDAના સમર્થન સાથે આજે જ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

વધુ વાંચો: પાટલી બદલું પોલિટીક્સના કારણે નીતિશ કુમારે બનાવ્યો ગજબ રેકૉર્ડ! 24 વર્ષમાં જુઓ કેટલી વાર લીધા શપથ

બિહાર વિધાનસભાની શું છે સ્થિતિ ?
બિહાર વિધાનસભાની સંખ્યાની રમત વિશે વાત કરીએ તો 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 122 ધારાસભ્યોનો છે. લાલુ યાદવની આગેવાની હેઠળની RJD 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે. નીતિશ કુમારની પાર્ટી JDU 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો આપણે RJD, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમત માટે જરૂરી જાદુઈ આંકડા કરતા આઠ ઓછી છે.

નીતિશ કુમારે ક્યારે યુ-ટર્ન લીધો?
નીતીશ કુમારે 1994માં જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. આ પછી 30 ઓક્ટોબર 2003ના રોજ જનતા દળ યુનાઈટેડની રચના થઈ અને 2005ની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું. 2013માં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું.
આ પછી નીતીશ કુમારે વર્ષ 2015માં RJD અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં નીતિશે RJD છોડીને ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા. 
ચાર વર્ષ પછી નીતીશ કુમારે વર્ષ 2022માં ફરી એકવાર ભાજપ છોડીને RJD સાથે હાથ મિલાવ્યા. હવે ફરી દોઢ વર્ષ બાદ નીતિશ RJD છોડીને ભાજપ સાથે ગઠબંધન કરે તેવી અટકળો ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ