બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Biggest relief to Adani Group: SC committee report says prima facie no manipulation

BIG BREAKING / અદાણી ગ્રુપને સૌથી મોટી રાહત: SC કમિટીએ રિપોર્ટમાં કહ્યું પહેલી નજરમાં કોઈ હેરફેર નથી દેખાતી, SEBI કરે આગળની તપાસ

Priyakant

Last Updated: 02:48 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Adani Hindenburg News: સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના કેસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપ્યો

  • અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદ વચ્ચે હવે મોટા સમાચાર 
  • SC કમિટીએ રિપોર્ટમાં કહ્યું પહેલી નજરમાં કોઈ હેરફેર નથી દેખાતી
  • સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ માટે વધુ સમય આપ્યો

અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ મામલે નિષ્ણાત સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના મામલામાં તમામ તપાસ સમયસર પૂર્ણ કરવાની જરૂર છે, એક્સપર્ટ પેનલ અત્યારે એવું નિષ્કર્ષ આપી શકતી નથી કે, ભાવમાં હેરાફેરીના આરોપમાં રેગ્યુલેટર સેબીની નિષ્ફળતા રહી છે. સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિએ કહ્યું કે,ભારતના બજાર નિયામક સેબીએ જૂથની એન્ટિટીઓની માલિકી અંગેની તેની તપાસમાં તારણો રજૂ કર્યા છે.

શું કહેવું છે એક્સપર્ટ કમિટીનું ? 
એક્સપર્ટ કમિટીનું કહેવું છે કે, 24 જાન્યુઆરી 2023 પછી અદાણીના શેરમાં રિટેલ રોકાણકારોનું રોકાણ વધ્યું અને તેના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું કે, ભારતીય શેરબજાર સંપૂર્ણપણે અસ્થિર નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણીના શેરમાં ઘટાડો ખરેખર જોરદાર હતો, જે હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશનને કારણે થયો છે.

એક્સપર્ટ કમિટીએ રિપોર્ટમાં શું કહ્યું ? 
એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, એક્સપર્ટ પેનલ અત્યારે એવું તારણ કાઢી શકે નહીં કે સેબી કિંમતમાં હેરાફેરીના આરોપમાં નિષ્ફળ ગઈ છે. યુએસ શોર્ટ સેલર દ્વારા આઘાતજનક અહેવાલમાં ગૌતમ અદાણીના પોર્ટ-ટુ-એનર્જી સામ્રાજ્ય પર અન્ય છેતરપિંડીના આરોપો ઉપરાંત સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાત સમિતિએ કહ્યું કે, સેબીએ આવા 13 શંકાસ્પદ વ્યવહારોની ઓળખ કરી છે અને નિયમનકાર એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, આ વ્યવહારમાં કોઈ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ. સેબી આ અંગે માહિતી એકત્ર કરી રહી છે અને તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ માટે વધુ સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના કેસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે 14 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપ્યો છે. જેથી અમેરિકા સ્થિત શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ સામે કરાયેલા આરોપોની તપાસ પૂર્ણ થઈ શકે. આ પહેલા સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ સેબીએ સંપૂર્ણ તપાસ માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે સેબીને સંપૂર્ણ તપાસ માટે માત્ર 3 મહિનાનો સમય આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ