બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Biggest bogus billing scam busted in Rajkot

GST ચોરી / રાજકોટમાં સૌથી મોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, સોની બજારમાં 1467 કરોડની ઘાલમેલ, 1ની ધરપકડ

Kishor

Last Updated: 07:15 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાંથી સૌથી મોટુ બોગસ બિલિંગ કૌભાંડ ઉઘાડું પડતા તપાસનીશ અધિકારીઓ ચોંકી ગયા હતા. સોની બજારમાં 1467 કરોડ બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાતા એક આરોપીને ઉઠાવી લેવાયો છે.

  • રાજકોટમાંથી સૌથી મોટુ બોગસ બિલિંગ કૌભાંડ ઉઘાડું પડ્યું
  • સોની બજારમાં 1467 કરોડ બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયુ
  • એક આરોપીને ઉઠાવી લેવાયો 

રાજ્યમાં અવારનવાર બોગસ બિલિંગ કૌભાંડના ભૂત ધૂણતા હોય છે. તેવામાં રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટુ બોગસ બિલિંગ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તપાસમાં રાજકોટ સોની બજારમાં 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  જેને લઈને રાજકોટના આસ્થા ટ્રેડર્સના હિતેશ લોધિયાની ધરપકડ કરવામાં આવી છે.

Biggest bogus billing scam busted in Rajkot

ગોલ્ડના ખોટા બિલો બનાવી ૩% GSTની ચોરી કરી
અધિકારીઓની તપાસમાં સામે આવ્યું કે સોનાના ખોટા બિલો બનાવી 3% GSTની ચોરી કરાઈ હતી. વધુમાં 44 જુદા-જુદા વેપારીઓના બિલ પાસ-ઓન કર્યા હોવાનો પણ પર્દાફાશ થયો છે. જેને લઈને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આગામી સમયમાં સોની બજારમાં બિલો લેનાર તમામ વેપારીઓ સકંજામાં આવે તો નવાઈ નહિ!. તપાસમાં મસમોટા બિલિંગ કૌભાંડમાં રૂ. 44 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સામે આવતા સબંધિત વિભાગ દ્વારા આરોપી હિતેશ લોધિયાના ફોન, લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરાઈ છે. એટલું જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ કૌભાંડના તાર ફેલાયેલા હોવાનો ખુલાસો થયો છે.

Biggest bogus billing scam busted in Rajkot
44 જુદા જુદા વેપારીઓના બિલો પાસ ઓન કર્યા હતા
આમ માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ બિલ આપ્યા હોવાનો ધડાકો થયો છે. મસમોટા બિલિંગ કૌભાડમાં રૂ.44 કરોડની ITC બહાર આવી.આસ્થા ટ્રેડિંગ કંપનીના બોગસ બિલિંગ ઝડપાતા વેપારી હિતેશ લોઢીયાને ઝડપી તેની પૂછપરછ હાથ ધરાઈ છે. હિતેશ લોઢીયાને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટ દ્વારા 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ