બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Biggest blow to CM Kejriwal Supreme Court dismisses petition with sword of house arrest still hanging

મોટા સમાચાર / CM કેજરીવાલને સૌથી મોટો ઝટકો: ઘરપકડની તલવાર હજુ પણ લટકતી, સુપ્રીમે ફગાવી અરજી

Vishal Dave

Last Updated: 09:17 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા, તેમણે કોર્ટને એવી અરજી કરી હતી કે ઇડી ખાતરી આપે કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં

સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે, કોર્ટે કહ્યું કે તેમને ધરપકડથી કોઇ રાહત આપવામાં નહીં આવે. વાસ્તવમાં, કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા, તેમણે કોર્ટને એવી અરજી કરી હતી કે ઇડી ખાતરી આપે કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં તો તેઓ ઇડી સમક્ષ હાજર થઇ તપાસમાં સહયોગ આપવા તૈયાર છે..  કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.

ED સમન્સના કેસમાં દિલ્હી હાઈકોર્ટે ED પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા માંગ્યા હતા. આ પછી EDના અધિકારીઓ પુરાવા સાથે જજની ચેમ્બરમાં પહોંચ્યા. ન્યાયાધીશ હવે પુરાવાની ફાઇલ જોઈ રહ્યા છે. માનવામાં આવે છે કે પુરાવા જોયા બાદ જજ આજે જ આ મામલે મોટો નિર્ણય લઈ શકે છે.


કેજરીવાલે અરજીમાં કહ્યું હતું કે ઇડી ખાતરી આપે 

વાસ્તવમાં સીએમ કેજરીવાલે ED સમન્સના મામલે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. સુનાવણી દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની નોટિસ પછી, દિલ્હીના સીએમ કેજરીવાલે પૂછપરછ માટે આવતા પહેલા ધરપકડ નહીં કરવાની બાંયધરી માંગી હતી. સીએમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ પૂછપરછ માટે ED સમક્ષ આવશે, પરંતુ EDએ કોર્ટમાં કહેવું જોઈએ કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી કોંગ્રેસ પાર્ટી


'ખબર નથી કે તેમને કોણે કહ્યું કે અમે તેમને ધરપકડ માટે બોલાવી રહ્યા છે'
 
કોર્ટે EDને પૂછ્યું કે તમે સમન્સ પર સમન્સ મોકલી રહ્યા છો! તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે? EDના વકીલ એએસજી એસવી રાજુએ કહ્યું કે તેમને ખબર નથી કે તેમને કોણે કહ્યું કે અમે તેમને ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.અમારે પૂછપરછ કરવી છે.. .. EDએ કહ્યું કે અમને સમન્સનો અધિકાર છે. તેઓએ અમારા સમન્સ પર આવવું જોઈએ અને તપાસમાં સહકાર આપવો જોઈએ અને અમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ