બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / bigg boss ott 2 salman khan angry jad hadid and akansha puri kissing task actor apologise

Bigg Boss Ott 2 / આવું બધુ જ કરવું હોય તો બીજા શૉમાં ઉપડો...: BIGG BOSS માં કિસીંગને લઈને સલમાન ખાન બરાબરનો ગુસ્સે ભરાયો

Manisha Jogi

Last Updated: 08:21 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકાંક્ષા પુરી અને હદીદના કિસિંગ ટાસ્કને કારણે વિવાદ ઉભો થયો હતો. આકાંક્ષા અને હદીદે 30 સેકન્ડ સુધી લિપ લોક કર્યું હતું. આ કારણોસર સલમાન ખાને હદીદને રિમાન્ડ પર લીધો હતો.

  • બિગ બોસમાં હાલમાં ખૂબ જ ગરમ માહોલ
  • કિસિંગ ટાસ્કને કારણે વિવાદ ઉભો થયો
  • આકાંક્ષા પુરીને સલમાન ખાનનું અલ્ટીમેટમ 

બિગ બોસમાં હાલમાં ખૂબ જ ગરમ માહોલ છે. આકાંક્ષા પુરી અને હદીદના કિસિંગ ટાસ્કને કારણે વિવાદ ઉભો થયો હતો. આકાંક્ષા અને હદીદે 30 સેકન્ડ સુધી લિપ લોક કર્યું હતું. આ કારણોસર સલમાન ખાને હદીદને રિમાન્ડ પર લીધો હતો. બેબિકા દુર્વેએ આ ટાસ્કમાં સાથ આપ્યો હતો, આ કરણોસર તેની પણ ક્લાસ લેવામાં આવી હતી. આ તમામ ઘટનાને કારણે સલમાન ખાને દર્શકોની માફી માંગી હતી. 

આકાંક્ષા પુરી અને હદીદ પર સલમાન ખાન ભડક્યા
આકાંક્ષા પુરીના કિસિંગ ટાસ્કને કારણે બિગબોસ વિવાદોમાં આવી ગયું હતું. કિસ કર્યા પછી હદીદે આકાંક્ષાને ખરી ખોટી સંભળાવી હતી. આકાંક્ષાને તેના બટ્સ પણ બતાવ્યા હતા. ત્યારપછી વીકેન્ડમાં સલમાન ખાને બંનેની ક્લાસ લીધી હતી. હદીદને જણાવ્યું કે, જો તેમણે પોતાના દેશમાં આ પ્રકારે કર્યું હોત તો જેલમાં હોત.

આકાંક્ષા પુરીને ધમકી આપી
સલમાન ખાને આ શોમાં અશ્લીલતા દર્શાવવા બદલ ફેન્સ પાસે માફી માંગી હતી. આ પ્રકારની ઘટનાને કારણે સલમાન ખાને શો છોડવાની પણ વાત કરી હતી. આકાંક્ષાને પણ અલ્ટીમેટમ આપ્યું હતું કે, આ પ્રકારના ટાસ્ક ના કરવા અને કરવા હોય તો બીજો શૉ શોધી લે. 

હદીદની લીધી ક્લાસ
જદ હદીદે કહ્યું હતું કે, એક અભિનેતા તરીકે તેમના માટે આ બધુ નોર્મલ છે. આ બાબતે સલમાન ખાને કહ્યું હતું કે, ‘ભારત તમને પ્રેમ કરતો હતો અને અબ્દુ રોજિકને પણ પ્રેમ કરતો હતો પરંતુ આ પ્રકારની ધટના થઈ તે પહેલા.’ ત્યારપછી હદીદે સહુની માફી માંગી હતી અને કહ્યું હતું કે, ‘હું તમારી, ભારતની અને બિગબોસના તમામ સભ્યોની માફી માંગુ છું. મને ખૂબ જ અફસોસ છે, મેં જે પણ કર્યું તે માફીને લાયક નથી. હું મારી દીકરીના સોગન ખાઈને કહું છું કે, મને ખૂબ જ અફસોસ છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ