બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Big revelations in Mahathug Hitesh Thacker interrogation

ચોંકાવનારો ખુલાસો / મહાઠગ હિતેશ ઠાકર બનવા માંગતો હતો 'ક્લાસ વન અધિકારી', વડોદરામાં ચલાવતો ટ્યુશન ક્લાસિસ

Dinesh

Last Updated: 03:57 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાઠગ હિતેશ ઠાકર ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતો હતો તેમજ ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતો હતો, કોરોનામાં ધંધો ભાંગી પડતા આરોપીએ છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું હતું.

  • હિતેશ ઠાકરની પૂછપરછમાં ખુલાસો
  • હિતેશ ક્લાસ વન અધિકારી બનવા માંગતો હતો
  • ધંધો ભાંગી પડતા છેતરપિંડી આચરવી શરૂ કરી હતી


ભલભલાને બટાલીમાં ઉતારી દેનાર મહાઠગ હિતેશ ઠાકરની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે. આરોપી હિતેશ ઠાકર ક્લાસ વન અધિકારી અધિકારી બનવા માંગતો હતો અને તેણે 3થી 4 વખત સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી હતી પરંતુ પરીક્ષામાં પાસ ન થતા આરોપી શિક્ષક બનવાનું વિચાર્યું હતું

હિતેશ વડોદરામાં ખાનગી સ્કૂલમાં શિક્ષક હતો
આરોપી વડોદરામાં ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતો હતો તેમજ ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતો હતો. કોરોનામાં ધંધો ભાંગી પડતા આરોપીએ છેતરપિંડી આચરવાનું શરૂ કર્યું  હતું. આરોપીએ અલ્પેશ નારિયા નામના વેપારી સાથે છેતરપિંડી આચરી હતી અને વેપારી સાથે 1.22 કરોડની છેતરપિંડી આચરી હતી. કોરોનામાં ધંધો ભાંગી પડતા તેણે પૈસા કમાવવાનો શોર્ટકટ રસ્તો અપવાવ્યો હતો. ભેજાબાજ ઠગ હિતેશ ઠાકરએ સેન્ટ્રલ આઈબીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી જરૂરિયાતમંદ લોકોને ફસાવી ઠગાઈ કરવાનું શરૂ કર્યું હતું

શું છે સમગ્ર મામલો?
રાજકોટના સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર આવેલી ઈન્દ્રલોક રેસીડેન્સીમાં રહેતા અને કોપર વાયરનું કારખાનું ધરાવતા અલ્પેશ બાવનજીભાઈ નારીયાએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શાંતિકુજ સોસાયટીમાં રહેતા અને પોતાને બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર હિતેશ ઠાકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 

1.22 કરોડની છેતરપિંડી
ફરિયાદમાં અલ્પેશ નારીયાએ જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા તેમના ભાઈ વિજય નારીયાની ઓળખાણ વડોદરાના હિતેશ સાથે થઈ હતી. હિતેશ પોતે બોટાદમાં ડે.કલેક્ટર અને IBમાં ડેપ્યુટી ડાયરેક્ટર હોવાની ઓળખાણ આપી હતી. જે બાદ તેણે વિજયભાઈને કારખાના માટે સસ્તામાં સરકારી જમીન અપાવવાની અને ડિફેન્સમાં કોપર વાયરનો કોન્ટ્રાક્ટ અપાવાની લાલચ આપી હતી. જેના બદલામાં તેણે અલ્પેશભાઈ અને તેમના ભાઈ વિજયભાઈ પાસેથી 1.22 કરોડ રૂપિયા લીધા હતા. 

ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
લાંબો સમય થવા છતા હિતેશ ઠાકરે જમીન પણ અપાવી ન હતી તેમજ ડિફેન્સ વિભાગમાં કોપર વાયરનો ઓર્ડર પણ અપાવ્યો ન હતો. જ્યારે નકલી IAS પાસે અલ્પેશભાઈએ પૈસા પરત માંગતા તેણે ખોટા કેસમાં ફસાવી દેવાની અને ઇન્કમટેક્સની રેડ પડાવવાની ધમકી આપી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ