બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Big news on Dawood Ibrahim poisoning, another Don said- I was also shocked but he is still alive

અફવા કે સત્ય! / દાઉદ ઈબ્રાહીમને ઝેર આપવા મુદ્દે મોટા સમાચાર, બીજા ખૂંખાર ડૉને કહ્યું- હું પણ પરેશાન હતો પણ એ હજુ જીવે છે

Megha

Last Updated: 03:31 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાઉદને ગંભીર હાલતમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ તમામ સમાચાર ફરી એકવાર અફવાઓ સિવાય બીજું કંઈ નથી.

  • શું ખરેખર દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું 
  • આ સમાચાર ફરી એકવાર અફવાઓ સિવાય બીજું કંઈ નથી!
  • શકીલે કહ્યું, 'દાઉદ જીવતો અને સ્વસ્થ છે, આ ફેક ન્યૂઝ છે.'

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી દાઉદને ગંભીર હાલતમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ તમામ સમાચાર ફરી એકવાર અફવાઓ સિવાય બીજું કંઈ નથી. એક અહેવાલમાં દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને નકારવામાં આવ્યા છે.

Dawood Ibrahim hospitalised: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને કરાયો  હોસ્પિટલમાં એડમિટ, અજ્ઞાત શખ્સે ઝેર આપ્યાનો દાવો | underworld don dawood  ibrahim poisoned in karachi intensifies ...

આ સિવાય દાઉદના નજીકના છોટા શકીલે ડોન જીવિત અને સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર છોટા શકીલે કહ્યું, 'દાઉદ જીવતો અને સ્વસ્થ છે. આ ફેક ન્યૂઝ જોઈને હું પણ સાવ ચોંકી ગયો હતો.' 17 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર આને લગતી અફવાઓ તેજ થઈ ગઈ હતી.

એક પાકિસ્તાની યુટ્યુબરે રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ ટાંકીને દાઉદના ઝેર અને હોસ્પિટલમાં દાખલ થવા અંગે અનુમાન લગાવ્યું હતું. આ સિવાય દાઉદ સાથે જોડાયેલા પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી કરવામાં આવી હતી. જોકે, એવું માનવામાં આવે છે કે ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની વર્ચ્યુઅલ મીટિંગને રોકવા માટે આવું કરવામાં આવ્યું હતું. વૈશ્વિક ઈન્ટરનેટ સ્વતંત્રતા પર નજર રાખતી સંસ્થા NetBlocks અનુસાર, પાકિસ્તાનમાં રવિવારે સાંજે સાત વાગ્યે મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શું ખરેખર દાઉદ ઈબ્રાઈમને કોઈએ ઝેર આપીને મારી નાખ્યો? સામે આવી સચ્ચાઈ, આ તો  ઉલટું બન્યું / Dawood Ibrahim, the mastermind of the 1993 Mumbai bomb  blasts and India's most wanted gangster

પહેલા પણ મોતના સમાચાર આવી રહ્યા છે
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં દાઉદ ઈબ્રાહિમ અને તેનો પરિવાર ઘણા દાયકાઓથી પાકિસ્તાનમાં વૈભવી જીવનશૈલી માણી રહ્યો છે. દાઉદના મોતના સમાચાર પહેલા પણ આવી રહ્યા હતા. પરંતુ દરેક વખતે તે અફવા સાબિત થઈ છે. આ વખતે દાઉદના ઝેર સાથે જોડાયેલા સમાચારને સાચી માહિતી તરીકે જોવામાં આવી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં અજ્ઞાત હુમલાખોરો દ્વારા પાકિસ્તાનમાં હાજર ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. એવું માનવામાં આવતું હતું કે આ જ અજાણ્યા હુમલાખોરોમાંથી કોઈએ દાઉદને પણ નિશાન બનાવ્યો હશે.

ભારતની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં નામ 
દાઉદ ઈબ્રાહિમને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 250 લોકોના મોત થયા હતા તો હજારો લોકો ઘાયલ થયા હતા. દાઉદ ઈબ્રાહિમને 2003માં અમેરિકા અને ભારતે વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. હાલમાં તે ભારતના મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે. ભારત સતત કહી રહ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાચીમાં રહે છે. જો કે પાકિસ્તાને હંમેશા આ અહેવાલોને નકારી કાઢ્યા છે. પરંતુ આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન ઓસામા સહિતના દુનિયાના આતંકવાદીઓને આશ્રય આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ