બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big decision taken after VTV news report about pay and park on road in Bapunagar, Ahmedabad

VTV Impact / VTVના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું, બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ કર્યો રદ, જાણો શું છે સમગ્ર વિવાદ

Malay

Last Updated: 07:53 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્ક અંગે VTV ન્યૂઝના અહેવાલ બાદ લેવાયો મોટો નિર્ણય, કોર્પોરેશનને રોડ પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ કર્યો રદ.

  • બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્કના ટેન્ડરનો વિરોધ
  • VTV ન્યૂઝના અહેવાલ બાદ કોન્ટ્રાક્ટ રદ કરાયો
  • 200 વેપારીઓએ દુકાન બંધ રાખીને કર્યો હતો વિરોધ

અમદાવાદના બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. VTV ન્યૂઝના અહેવાલ બાદ કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, બાપુનગરના ભીડભંજન રોડ પર AMCએ પે એન્ડ પાર્ક માટે ટેન્ડર બહાર પાડતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓના વિરોધ બાદ કોર્પોરેટરોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.

બાપુનગરમાં પાર્કિંગ ટેન્ડર મામલે થયો હતો વિરોધ
અમદાવાદનો ભીડભંજન રોડએ બાપુનગર વિસ્તારનો સૌથી વ્યસ્ત રસ્તો ગણાય છે. આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ રોડ પર પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા વિરોધના શૂર ઉઠ્યા હતા. બાપુનગરમાં પે એન્ડ પાર્કિંગ ટેન્ડર મામલે વિવાદ સર્જાયો હતો. વેપારીઓએ AMC સામે બાંયો ચડાવી હતી, એકસાથે 200 જેટલા વેપારીઓએ દુકાનો બંધ રાખીને કોન્ટ્રાક્ટનો વિરોધ કર્યો હતો. VTV ન્યૂઝ દ્વારા આ અંગે અહેવાલ પ્રકાશિત કરાયો હતો. 

વેપારીઓએ દુકાનો બંધ રાખી કર્યો હતો વિરોધ
તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓએ VTV ન્યૂઝને કહ્યું હતું કે, એક તરફ આ રોડ પર ટ્રાફિક રહે છે અને બીજી તરફ અહીં પે એન્ડ પાર્કિંગ શરૂ કરતા ટ્રાફિકની સમસ્યા બે ગણી વધી જશે. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

કોર્પોરેટરોએ પણ નોંધાવ્યો હતો વિરોધ
AMCના ઉત્તર ઝોન દ્વારા પે એન્ડ પાર્કિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જે સમગ્ર બાબતને લઈ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિકગ્રસ્ત રોડથી હોવાથી સમસ્યામાં વધારો થશે જેને લઈ  ટેન્ડર પ્રક્રિયા ન કરવા માટે જવાબદાર અધિકારીને જાણ કરાઈ હતી. 

મેં પણ અધિકારીઓને આ અંગે કરી હતી જાણઃ અશ્વિન પેથાણી
બાપુનગર વોર્ડના કોર્પોરેટર અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર ઓન રોડ પે એન્ડ પાર્કિંગ માટેનું અગાઉ ટેન્ડર આવ્યું હતું. તે જ સમયે મેં અધિકારીઓને જાણ કરી હતી કે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. વેપારીઓ અને કોર્પોરેટરોના વિરોધ બાદ હવે અમદાવાદના બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ