ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે ગંગનાની નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન અચાનક ખીણમાં ખાબકતા 7 ગુજરાતીઓનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 20, 2023
ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત
ગંગનાની નજીક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી
બસ ખીણમાં ખાબકતા 7 ગુજરાતીઓના મોત
ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંગનાની નજીક મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. બસ ખીણમાં ખાબકતા 7 ગુજરાતીઓનાં મોત નિપજ્યા હતા. તેમજ 22 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે બસમાં 33 જેટલા મુસાફરો સવાર હતા.
गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં 33 ભક્તો હતા. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ 20ને સુરક્ષિત બચાવી લેવાયા છે. ટીમો અન્યને શોધવા માટે રોકાયેલ છે. મળતી માહિતી મુજબ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની બસ 33 મુસાફરો સાથે ગંગોત્રી ધામથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાની માહિતી મળતાં જ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે તેમણે એક ટ્વિટ કર્યું છે.