Team VTV05:01 PM, 29 Nov 19
| Updated: 05:05 PM, 29 Nov 19
આજે બિનસચિવાલયની ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના મામલે કોંગ્રેસ પુરાવના ભાગરૂપે CCTV મીડિયાકર્મીઓને સોંપતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે જબજસ્ત તુલ પકડી છે. વીડિયોમાં ચોરી કરતા પરીક્ષાર્થીઓ દેખાઈ રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સહિતાના લોકોએ ગોળ ગોળ જવાબ આપી ચાલતી પકડી હતી.
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિને લઇને ભૂપેન્દ્રસિંહે મૌન સેવ્યું હતુ જ્યારે પત્રકારોના સવાલ પૂછ્યુ ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યુ હતુ કે, આ વિષય ઉપર પછીથી વાત કરીશું.
જનઅધિકાર મંચના પ્રવીણ રામનું નિવેદન
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપનો મામલે જન અધિકાર મંચના પ્રવીણ રામનું નિવેદન હતુ કે, ''ગેરરીતિમાં જોડાયેલા છે તેમની સામે કાર્યવાહી થાય તો સારુ, સરકાર માત્ર વાતો નહીં પરંતુ કાર્યવાહી કરે તો કંઈક વાત બને.
શું કહેવુ છે ચેરમેન અસિત વોરાનું?
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. ત્યારે આ મામલે વીટીવીએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સાથે વાતચીત કરી હતી. અસિત વોરાએ કહ્યું કે આક્ષેપોથી હું માહિતગાર છું. અમે તપાસ કરાવી અને ઓફિસલ જાણ કરીશું.