બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Bhojpuri superstar open challenge to Babul Supriy I will retire from both politics and music, otherwise

મનોરંજન / 'તો હું રાજનીતિ અને સંગીત બંનેમાંથી સંન્યાસ લઇ લઇશ, નહીં તો....', બાબુલ સુપ્રિયોને ભોજપુરી સુપરસ્ટારની ઓપન ચેલેન્જ

Megha

Last Updated: 09:25 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભાજપે તેમને પશ્ચિમ બંગાળના આસનસોલથી લોકસભાની ટિકિટ આપી હતી, પરંતુ અભિનેતાએ અહીંથી ચૂંટણી લડવાની ના કહી હતી.

ભોજપુરી સિનેમાના સ્ટાર પવન સિંહે પશ્ચિમ બંગાળના મંત્રી બાબુલ સુપ્રિયોને સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો છે. વાસ્તવમાં જ્યારે પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાની ના પાડી હતી ત્યારે બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે પવન સિંહ તેના ગીતોમાં બંગાળી મહિલાઓને નિશાન બનાવે છે. એવામાં હવે પવન સિંહે આના પર બાબુલ સુપ્રિયોને સીધો પડકાર ફેંક્યો છે.

પવન સિંહે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કર્યું. જેમાં લખવામાં આવ્યું હતું કે, 'બાબુલ સુપ્રિયો હું બોલવા નહતો માંગતો પરંતુ તમે માત્ર પવન સિંહના દિલને જ ઠેસ પહોંચાડી નથી, પરંતુ 40 કરોડ ભોજપુરી ભાષી લોકો અને કલાકારોને પ્રેમ કરતા લોકોના સન્માનને પણ ઠેસ પહોંચાડી છે.' આ દરમિયાન પવન સિંહે તેની બીજી પોસ્ટમાં લખ્યું, 'જો તમે પોસ્ટ કરેલા ચાર ગીતોના પોસ્ટર આ ચાર પોસ્ટરના ગીતોને સાચા સાબિત કરે છે, તો હું રાજકારણ અને સંગીત બંનેમાંથી નિવૃત્તિ લઈશ. નહિ તો તમે...'

વાસ્તવમાં પશ્ચિમ બંગાળના મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે પવન સિંહના વીડિયો અને ફિલ્મોમાં બંગાળી મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે. શું ભાજપ આવી વ્યક્તિને આસનસોલ લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે? આ પછી વિવાદ વધુ ઘેરો બન્યો હતો.

જણાવી દઈએ કે ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર અને સિંગર પવન સિંહને ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ, પવન સિંહે અહીંથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને ભાજપની ટિકિટ પરત કરી હતી. સાથે જ એ પણ નોંધનીય છે કે બાબુલ સુપ્રિયો અગાઉ આસનસોલથી સાંસદ રહી ચૂક્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ