બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar's Pankaj Gangani's journey from organic farming to master trainer

ગજબ ટેકનિક / ખેતી ખર્ચમાં મોટો ઘટાડો, આવકમાં તોતિંગ વધારો, ભાવનગરના પંકજ ગાંગાણીની પ્રાકૃતિક ખેતીની દેશ-વિદેશમાં બોલબાલા

Dinesh

Last Updated: 07:50 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bhavnagar news : રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પદ્ધતિના લીધે મારા ખેતી ખર્ચમાં ખુબ મોટો ઘટાડો અને આવકમાં વધારો થયો છે: પંકજ ગાંગાણી

  • પ્રાકૃતિક ખેતીથી માસ્ટર ટ્રેનર સુધીની પંકજ ગાંગાણીની સફર 
  • પ્રાકૃતિક ખેતી થકી કર્યું મગફળી, દેશી મગ, મકાઇના સહિતના પાકોનું વાવેતર
  • ખેડૂતોને સંપૂર્ણ “પ્રાકૃતિક ખેતી” પદ્ધતિ દ્વારા ખેતી કરવાની સલાહ આપે છે


40 વર્ષિય પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈ ગાંગાણી મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના વતની છે. તેઓ છેલ્લા 7(સાત) વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.  પંકજભાઈ ગાંગાણી એક પ્રગતિશીલ ખેડૂત છે. કે જેઓ ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે. બજારમાંથી મળતા મોંઘા અને વિદેશી બિયારણો, જંતુનાશક, ફૂગનાશક, નિંદણનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે ખુબ ખર્ચ થતો હતો. 

સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે
વર્ષ 2017માં 'આત્મા પ્રોજેક્ટ યોજના' ભાવનગર સાથે તેઓ જોડાયા. જેના મારફત તેમને વિવિલસધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની” તાલીમ અને માહિતી મળી. જેનાં પરિણામસ્વરૂપ પંકજભાઈએ તે તાલિમનો ઉપયોગ કરી તેમની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી પાસે આજે કુલ 4 (ચાર) ગાયો અને 3 (ત્રણ) ભેંસ એમ કુલ સાત પશુધન છે. ચાલુ વર્ષે ચોમાસુ ઋતુમાં પંકજભાઈેએ મગફળી, શાકભાજી અને કપાસ પાકમાં દેશી મગ, મકાઇ, તલ તથા સુર્યમુખીનું મિશ્ર પાક તરીકે વાવેતર કર્યું છે. ગતવર્ષે શિયાળામાં શાકભાજી, ઘઉં લસણ અને ડુંગળી પાકોનું વાવેતર પંકજભાઈએ કર્યું હતુ. આમ ધનિષ્ઠ ખેતી કરી પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણી સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. 

ખેતીના માસ્ટર ટ્રેનર
ગોપકાનું સર્ટીફિકેટ પણ પંકજભાઈ ધરાવે છે અને ખુદ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર છે. ચાલુ વર્ષે પંકજભાઈના માર્ગદર્શન હેઠળ 10 (દસ) ખેડૂતો પ્રાકૃતિક ખેતી" પદ્ધતિ દ્વારા મગફળીનુ વાવેતર કરી, મગફળીનું તેલ કાઢી, વેચાણ કરી રહ્યા છે. પંકજભાઈ વલ્લભભાઇ ગાંગાણીને સરકાર દ્વારા બાળ દુધાળા પશુ યોજના, આત્મા યોજના તથા શેડ માટે 1.5 લાખની સહાય પ્રાપ્ત થયેલ છે.  પ્રાકૃતિક ખેતીમાં પંકજભાઈ જીવામૃત, ધનજીવામૃત બીજામૃત, આચ્છાદન અને  વિવિધ આયામો અપનાવીને સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત ગૌધારા અમૃત પ્લાન્ટ (અનએરોબીક બેકટેરીયા - જીવામૃત પ્લાન્ટ)નો ઉપયોગ પણ તેઓ ખેતી દરમિયાન કરે છે.

પંકજભાઈ મગફળીની પોતાની રાધે ક્રિષ્ના મીની ઓઇલ મીલમાં તેલ કઢાવીને ગતવર્ષે એક ડબ્બાના રૂ.3750/- લેખે ગ્રાહકોને સીધુ જ તેમના ઘરે-ખેતરેથી જ વેચાણ કરેલો છે. આ તકે પંકજભાઈ જણાવે છે કે, રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિના લીધે તેમના ખેતી ખર્ચમાં ખુબ મોટો ઘટાડો અને આવકમાં વધારો થયો છે. તેમના અનુભવ થકી તેઓ દરેક ખેડૂતને "દેશી ગાય આધારિત સંપૂર્ણ “પ્રાકૃતિક ખેતી” પદ્ધતિ દ્વારા ખેતી કરવાની સલાહ આપે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ