બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar : Brother-sister duo commit suicide months after deaths of parents, two siblings

ભાવનગરે રડાવ્યાં / 'મમ્મી-પપ્પાને સ્વર્ગમાં મળીશું', પરિવારના આપઘાતના ગમમાં 'છૂટ્યાં' બહેન-ભાઈ, ફિનાઈલ પીને પ્રાણ આપ્યાં

Hiralal

Last Updated: 06:19 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8 જુને સુરતમાં પરિવારના ચાર સભ્યોના સામૂહિક આપઘાતના એક દોઢ મહિના બાદ બાકી બચેલા બે સંતાનોએ પણ આજે ફિનાઈલ પીને આપઘાત કરી લીધો હતો.

  • ભાવનગરના શિહોરમાં એક ગામમાં ભાઈ-બહેને ફિનાઈલ પીને આપઘાત કર્યો
  • પરિવારના મોતના આઘાતમાંથી બહાર નહોતા આવી શકતા ભાઈ-બહેન
  • 8 જુને સુરતમાં પરિવારના ચાર સભ્યોએ કર્યો હતો આપઘાત 

ગુજરાતના ભાવનગરના શિહોરમાં એક ગામમાં બનેલી ઘટનાથી સૌ કોઈ હતપ્રત છે. હકીકતમાં પોતાના માતાપિતા અને ભાઈ-બહેનોના મોતના વિયોગમાં ઝૂરી રહેલા ભાઈ અને બહેને ઝેર પીઈને આપઘાત કરી લેતા લોકોને આંચકો લાગ્યો હતો. આંચકો લાગવાનું કારણ હતું, 8 જુને સુરતમાં આ જ ભાઈ અને બહેનના માતાપિતા અને ભાઈ-બહેને સાથે મળીને ઝેર પીએ આપઘાત કરી લીધો, આપઘાત વખતે આ બન્ને બાળકો બહાર હતા ત્યારથી તેઓ પરિવારના મોતનો વિયોગમાંથી બહાર આવી શક્યા નહોતા અને આખરે આજે તેમણે પણ પરિવારને પગલે ડગલું માંડ્યું અને મોતને ગળે લગાવી દીધું. 

શિહોરમાં ભાઈ-બહેને ઝેરી દવા પીધી 
ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક દર્દનાક ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. અગાઉ એક જ પરિવારના માતા-પિતા અને તેમના બે સંતાનો (ભાઈ-બહેન) એમ ટોટલ આપઘાત કરી લીધો હતો. પરંતુ થોડા મહિના બાદ ઘરમાંથી બચી ગયેલી 25 વર્ષીય યુવતી અને તેના નાના ભાઈએ ઘરમાં જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. સિહોર તાલુકાના સોનગઢ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ડી.વી.ડાંગરે જણાવ્યું હતું કે, ઋષિતા મોરડિયા અને તેના ભાઈ પાર્થે શુક્રવારે બપોરે તેમના ઘરે ફિનાઇલ પી લીધું હતું અને સિહોરની હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. 

સુરતમાં મોરડિયા પરિવારે કર્યો હતો આપઘાત 
મોરડિયા પરિવારના ચાર સભ્યોએ જૂન મહિનામાં સુરત શહેરમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે ઋષિતા અને પાર્થ ઘરની બહાર હતા. 8 જુનના દિવસે સુરતમાં રત્ન કલાકાર  વિનુભાઈ મોરડિયા (55), તેમના પત્ની શારદાબેન, પુત્રી સનિતા (19) અને પુત્ર કૃષે તેમના ઘરે ઝેરી દવા પીઈને આપઘાત કર્યો હતો. આપઘાત વખતે ઋષિતા અને પાર્થ ઘરની બહાર હોવાથી બચી ગયા હતા. પરંતુ ત્યાર બાદ બન્નેને પરિવારના મોતનો ભારે આઘાત લાગ્યો 
અને માતાપિતાના ગમમાં રહેવા લાગ્યાં હતા. 

ઋષિતાએ અગાઉ પણ પીધું હતું ફિનાઈલ 
માતા-પિતાનું અવસાન થયા બાદથી ભાઇ-બહેન પોતાના સંબંધીઓ સાથે સુરતમાં રહેતા હતા, પરંતુ તેઓ ત્રણ દિવસ પહેલા સિહોર તાલુકાના તેમના વતન ગામ પડપાણ પરત ફર્યા હતા. "ભાઈ-બહેન તેમના પરિવારના ચાર સભ્યોને ગુમાવવાનો આઘાત સહન કરી શક્યા નહીં અને અનેક વાર અગાઉ આપઘાતની વાતો કરવા લાગ્યાં હતા. પરિવારના ચાર સભ્યોના મોતના બે દિવસ બાદ ઋષિતાએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ડોક્ટરોએ તેને બચાવી લીધી હતી પરંતુ આજે તે ન બચી શકી. આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. 

આપઘાત પહેલા ઋષિતાએ તેના ભાઈને કહ્યું હતું આવું 
ઋષિતાએ તેના ભાઈને અવારનવાર એવું કહેતું હોવાનું પણ સાંભળવામાં આવતું હતું કે તેમને હવે જીવીને શું કરવું છે. મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન ચાલ્યાં ગયા તેમણે પણ હવે મરવું છે. તેણે અગાઉ પણ એક વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત પહેલા દીકરીના મનમાં એવું જ થતું હશે કે હવે તેઓ સ્વર્ગે ચાલ્યાં જશે અને ત્યાં મમ્મી-પપ્પાને મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ