બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch MP Mansukh Vasava made allegations against BJP leaders

આક્ષેપ / અમુક પાટીલ સાહેબને મારા વિરુદ્ધ ભડકાવે છે: મનસુખ વસાવાએ ફરી ભાજપના જ ધારાસભ્યો સામે કાઢ્યો બળાપો, જુઓ કોના કોના નામ લીધા

Malay

Last Updated: 12:14 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MP Mansukh Vasawa's allegation: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે.

  • નર્મદામાં ભાજપની જૂથબંધી ચરમસીમાએ
  • સાંસદ મનસુખ વસાવાએ કાઢ્યો બળાપો 
  • કેટલાક લોકો અધ્યક્ષને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપ 
  • મનસુખ વસાવાએ આપ્યા કેટલાક નામ 

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વોકઆઉટ કર્યા બાદ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ વધુ એકવાર બળાપો કાઢ્યો છે. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે.

પ્રદેશ અધ્યક્ષને મારી ખોટી માહિતી આપે છેઃ મનસુખ વસાવા 
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જેઓએ પાર્ટી અને સંગઠન માટે ક્યારેય કામ જ નથી કર્યું, એવા લોકો મારા વિરુદ્ધ સી.આર પાટીલ સાહેબને ભડકાવે છે. નાંદોદના MLA ડૉ.દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સી.આર પાટીલને મારા વિશે ખોટી માહિતી આપે છે. ઝઘડિયાના MLA રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ પણ અધ્યક્ષને ખોટી માહિતી આપતા હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. 

'મેં લોકો માટે કામ કર્યું છે અને કરીશ'
તેઓએ જણાવ્યું કે, આ ટોળકી અને તેમના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મારી પોઝિટિવ વાતને નેગેટિવ રીતે પ્રદેશ અને સરકાર સમક્ષ રજૂઆત કરે છે. મને ટિકિટ મળે કે ન મળે તેની સાથે મારે કોઈ નિસબત નથી. મેં લોકો માટે કામ કર્યું છે અને કરીશ પણ ખોટું નહીં ચલાવી લઉં. 

મનસુખ વસાવાએ કહ્યું હતું વોકઆઉટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. આ તકે કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. કમલમ ખાતે એક પછી એક જિલ્લાની બેઠકો ચાલી રહી હતી. આ દરમિયાન વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ ભાજપના ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વોક આઉટ કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ