બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / beware of sim swapping fraud how do fraudsters do a sim swap

સીમ સ્વેપિંગ / સાયબર ગઠિયાઓની નવી ચાલથી ચેતજો.! SIM તમારા ફોનમાં પણ નંબર ઉપયોગ બીજા કરશે.! જુઓ કેવી રીતે

Manisha Jogi

Last Updated: 03:47 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ નંબર પર OTP એક્સેસ કરીને કોઈપણ પાસવર્ડ ચેન્જ કરી શકાય છે. શું તમને ખબર છે કે, કોઈ અન્ય વ્યક્તિ પણ તમારો ફોન ઉપયોગ કરી શકે છે.

  • ભારતમાં ફ્રોડ અને સ્કેમના કેસ વધી રહ્યા છે
  • કોઈ અન્ય વ્યક્તિ પણ તમારો ફોન ઉપયોગ કરી શકે છે
  • તમારા મોબાઈલ સીમનું ક્લોનિંગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. 

બેન્ક એકાઉન્ટથી લઈને વર્ચ્યુઅલ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લોગિન કરવા માટે મોબાઈલ નંબર જરૂરી છે. મોબાઈલ નંબર પર OTP એક્સેસ કરીને કોઈપણ પાસવર્ડ ચેન્જ કરી શકાય છે. શું તમને ખબર છે કે, કોઈ અન્ય વ્યક્તિ પણ તમારો ફોન ઉપયોગ કરી શકે છે. સીમ સ્વેપિંગની મદદથી સ્કેમર્સ ખોટી રીતે તમારા મોબાઈલ સીમનું ક્લોનિંગ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે. 

બેન્કે આ બાબતે અનેક વાર એડવાઈઝરી જાહેર કરી છે. ફ્રોડ કરનાર યૂઝર્સની બેઝિક ડિટેઈલ્સ કલેક્ટ કરવામાં આવે છે. ખોટા IDથી ટેલિકોમ કંપનીઓને એપ્રોચ કરવામાં આવે છે. નંબર ખોવાઈ જવાની જાણકારી આપીને તે નંબર પોતાના મોબાઈલ યૂઝ કરી શકાય છે. 

ફ્રોડ વધી રહ્યા છે
ભારતમાં ફ્રોડ અને સ્કેમના કેસ વધી રહ્યા છે. ભારતના અલગ અલગ હિસ્સાઓમાંથી દર સપ્તાહે સ્કેમના કેસ સામે આવે છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અલગ અલગ ટેકનિક અપનાવે છે. જેની મદદથી સ્કેમર્સ યૂઝર્સના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ચાઉં કરી જાય છે. 

સ્કેમર્સ સ્વિમ સ્વેપિંગ કરવા માટે યૂઝર્સને ડિટેઈલ્સ ભેગી કરે છે. ત્યારપછી બેન્કમાં કોલ કરીને ટાર્ગેટ યૂઝર બનવાના નાટક કરે છે. અનેક વાર તેઓ પકડાઈ પણ જાય છે, પરંતુ તેમને યૂઝર્સની જાણકારી મળી રહે છે. આ ડિટેઈલ્સ ભેગી કર્યા પછી ફેક આઈડી બનાવીને ટેલિકોમ કંપનીની ઓફિસ જાય છે. 

ટેલિકોમ ઓપરેટરને જણાવે છે કે, સીમ ચોરાઈ ગયું છે અને તે બ્લોક કરવાનું છે. બ્લોક કરીને નકલી આઈડી અને જે પણ માહિતી એકત્ર કરી છે, તે ટેલિકોમ કંપનીને જણાવે છે. ત્યાર પછી તમારા જ નંબરનું સીમ ઈશ્યૂ કરવામાં આવે છે અને તમારો નંબર બ્લોક થઈ જશે. તમે સમજો તે પહેલા તમારી સાથે સ્કેમ થઈ જાય છે. 

ટેલિકોમ કંપનીને આ બાબત જણાવશો, ત્યાં સુધીમાં સ્કેમર્સ તમારા બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરી લે છે. 

સ્વિમ સ્વેપિંગથી કેવી રીતે બચી શકાય? સીમ સ્વેપિંગ બાબતે બેન્કોએ અનેક વોર્નિંગ જાહેર કરી છે. HDFC બેન્ક અનુસાર સ્કેમર્સ સોશિયલ એન્જિનિયરીંગની મદદથી વિક્ટિમના બેન્ક એકાઉન્ટની જાણકારી મેળવી શકે છે. જે માટે ફિશિંગ, વિશિંગ અને સ્મિશિંગનો ઉપયોગ કરવામાં આવે છે. માહિતી મેળવીને ટેલિકોમ ઓપરેટરને અસલી કસ્ટમરની જેમ ફેક આઈડી સબમિટ કરે છે અને ઓરિજિનલ સીમ બ્લોક કરીને તે નંબરનું નવું સીમ ઈશ્યૂ કરાવે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીમ સ્વેપિંગ માટે સ્કેમર્સ તમને કોલ કરીને નવું સીમ આપવાની અથવા જૂનું સીમ બંધ કરવાનું કહી શકે છે. આ બાબતે તમારી પાસે OTP લેવાની કોશિશ કરશે. નવા સીમનું એક્સેસ હેકર્સ પાસે પહોંચી શે અને તે સીમ પર OTPનું એક્સેસ કરીને બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. 

સીમ સ્વેપિંગથી કેવી રીતે બચી શકાય
સીમ સ્વેપિંગથી બચવા માટે ફિશિંગ ઈમેલ અને ઈન્ટરનેટ પર થતી અન્ય એક્ટિવિટીથી સાવધાન રહો. સીમ બદલવા માટે મેસેજ કે કોલ આવે તો તેને નજરઅંદાજ કરો. આ દરમિયાન ખાસ ધ્યાન રાખવું કે, તમારું સીમ ચાલતું રહે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ