બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Ben Stockes reversed his retirement to play in New Zealand ODI and World cup

ક્રિકેટ સાથે પ્રેમ / આ દિગ્ગજ ખેલાડીએ વન ડેથી સન્યાસ પાછો ખેંચ્યો, ન્યુઝીલેન્ડ સામેની સીરિઝમાં પણ મળી જગ્યા, ચાહકો ગદગદિત

Vaidehi

Last Updated: 04:19 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ben Stockes News: બેન સ્ટોક્સે પોતાનું રિટાયર્મેન્ટ પાછું ખેંચી લીધું છે અને ઈંગ્લેન્ડની ટીમે તેમને ન્યૂઝીલેન્ડ વનડે સીરીઝ માટે ટીમમાં ફરી સ્થાન આપ્યું છે.

  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી મોટી ખબર
  • બેન સ્ટોક્સે પોતાનું રિટાયર્મેન્ટ પાછું ખેંચ્યું
  • ઈંગ્લેન્ડની ટીમે તેમને વનડે સીરીઝ માટે સ્થાન આપ્યું

ઈંગ્લેન્ડનાં ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાં પોતાનું રિટાયર્મેન્ટ પાછું ખેંચી લીધું છે. તેમણે પોતાના આ સંન્યાસની જાહેરાત વર્લ્ડ કપ 2023 પહેલાં 26 જૂલાઈનાં રોજ કરી હતી. જો કે હવે વાપસી બાદ ઈંગ્લેન્ડની ટીમે તેમને ન્યૂઝીલેન્ડની સામે થનારી વનડે સીરીઝ માટે ટીમમાં સ્થાન આપ્યું છે. ઈંગ્લેંડે ન્યૂઝીલેન્ડની સામે વનડે સીરીઝ માટે 15 મેંમબર્સની ટીમનું એલાન કર્યું છે જેમાં સ્ટોક્સ પણ શામેલ છે. 

ઓલરાઉંડર ખેલાડી છે સ્ટોક્સ
બેન સ્ટોક્સ જોરદાર ઓલરાઉન્ડર ખેલાડી છે. તેમણે 105 વનડેમાં લગભગ 39ની એવરેજથી 2924 રન બનાવ્યાં છે. તેમના બેટથી તેમણે 3 શતક અને 21 અર્ધશતક ફટકાર્યાં છે. જ્યારે 74 વિકેટ પણ  તેમના નામે નોંધાયેલ છે.  આ સિવાય સ્ટોક્સની ફિલ્ડિંગનાં પણ વખાણ કરવામાં આવી રહ્યાં છે. વર્ષ 2019માં ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવા માટે સ્ટોક્સે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

IPLમાં ન રમવાનો નિર્ણય લીધો
સ્ટોક્સની વનડે સીરીઝમાં વાપસીથી એ તો સ્પષ્ટ છે કે તે આ વખતે ભારતમાં થનારા વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેંડની તરફથી મેચ રમશે. તેમનો આ અનુભવ ઈંગ્લેન્ડની ટીમને ઘણો કામ આવશે. જો કે વર્લ્કકપમાં રમવા માટે સ્ટોક્સે IPLમાં ન રમવાનો નિર્ણય લીધો છે. તે IPL 2024માં ચેન્નઈ સુપરકિંગ્સ માટે નહીં રમે.

ઈંગ્લેન્ડની વનડે ટીમ
જોસ બટલર (કપ્તાન), મોઈન અલી,જોની બેરસ્ટો, ગુસ એટકિન્સન, સેમ કુરાન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રૂટ,લિયામ લિવિંગ્સ્ટન, જેસન રોય,રીસ ટોપલી,બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.

ઈંગ્લેન્ડની ટી20 ટીમ
જોસ બટલર (કપ્તાન), મોઈન અલી, હેરી બ્રુક, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કુરાન, બેન ડકેટ, ડેવિડ મલાન, વિલ જેક્સ, લિયામ લિવિંગ્સ્ટન,જોશ ટંગ, આદિલ રાશિદ, લ્યુક વુડ, જોન ટર્નર. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ