બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Before WTC Final India Become New No 1 Test Team In ICC Ranking

BIG NEWS / WTC ફાઇનલ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ: ટેસ્ટ રેન્કિંગમાં અવ્વલ નંબરે, ઑસ્ટ્રેલિયા પછડાયું

Megha

Last Updated: 04:17 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICCએ આ અઠવાડિયે ICC રેન્કિંગ જાહેર કર્યું છે અને આશ્ચર્યજનક વાત એ છે કે ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટમાં વિશ્વની નંબર વન ટીમ નથી રહી. તેની જગયા હવે ટીમ ઈન્ડિયાએ લઈ લીધી છે.

  • ICC તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા
  • આ અઠવાડિયે ICC રેન્કિંગ જાહેર કર્યું
  • ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની નંબર વન ટીમ બની 

ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ હાલમાં IPL રમી રહ્યા છે અને આ સાથે જ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પણ તૈયારીઓ કરી રહ્યા છે.  જણાવી દઈએ કે WTC ફાઈનલની આ મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ દરમિયાન ICC તરફથી એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

આ અઠવાડિયે ICC રેન્કિંગ જાહેર કર્યું
જણાવી દઈએ કે ICCએ આ અઠવાડિયે ICC રેન્કિંગ જાહેર કર્યું છે અને આશ્ચર્યજનક વાત એ છે કે ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટમાં વિશ્વની નંબર વન ટીમ નથી રહી. તેની જગયા હવે ટીમ ઈન્ડિયાએ લઈ લીધી છે. એટલે કે ટીમ ઈન્ડિયા હાલ નંબર વન સ્થાન પર કબજો જમાવ્યો છે. જાહેર કરવામાં આવેલ એ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા 121 રેટિંગ સાથે ટોચના સ્થાન પર છે. 

જય શાહે પાઠવ્યા અભિનંદન 
BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાને વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. જય શાહે ટ્વીટ કરીને લખ્યું કે ટોચનું સ્થાન ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને ઘર અને બહાર બંને જગ્યાએ સતત સારું પ્રદર્શન દર્શાવે છે. ભારત નંબર 1 T20I ટીમ પણ છે.

121 રેટિંગ સાથે ટોચના સ્થાન પર ટીમ ઈન્ડિયા 
ટીમ ઈન્ડિયાના પોઈન્ટની વાત કરીએ તો તે હવે ટીમ ઈન્ડિયાના પોઇન્ટ્સ 3031 થઈ ગયા છે, જે ઓસ્ટ્રેલિયા કરતા ઘણા વધારે છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા હવે બીજા નંબર પર આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાનું રેટિંગ 116 છે અને તેના પોઈન્ટ 2679 છે. હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેટિંગમાં બહુ તફાવત નથી પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ નક્કી કરશે કે આ પછી દુનિયાની નંબર વન ટીમ કોણ હશે. જણાવી દઈએ કે WTC ફાઇનલ 7 જૂનથી રમાશે અને 11 જૂન સુધી ચાલશે. આ બે ટોપ ટીમો પછી ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે  114 રેટિંગ અને 4103 પોઈન્ટ છે. આ સિવાય સાઉથ આફ્રિકા ચોથા નંબરે અને ન્યુઝીલેન્ડ પાંચમા નંબરે છે. 

T20માં ટીમ ઈન્ડિયા નંબર વન પણ ODIમાં ત્રીજા નંબર પર સરકી ગઈ 
નોંધનીય છે કે ટેસ્ટ સિવાય ટીમ ઈન્ડિયા T20માં પણ નંબર વન ટીમ છે. અહીં તેનું રેટિંગ 267 છે અને પોઈન્ટ 18, 445 છે. આ પછી બીજા નંબર પર 261ના રેટિંગ ઈંગ્લેન્ડ, 255ના રેટિંગ સાથે ત્રીજા નંબર પર પાકિસ્તાન અને 253ના રેટિંગ સાથે ચોથા નંબર પર દક્ષિણ આફ્રિકા છે અને પાંચમા નંબર પર ન્યુઝીલેન્ડ 253 રેટિંગ સાથે છે. 
જો કે ટીમ ઈન્ડિયા વનડેમાં નંબર વનનું સ્થાન જમાવી શકી નથી. આ લિસ્ટમાં 113ના રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયા નંબર વન પર, ન્યુઝીલેન્ડ બીજા નંબર પર છે.  ટીમ ઈન્ડિયાનું રેટિંગ સમાન છે છતાં પણ ટીમ ઈન્ડિયા ત્રીજા નંબર પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ