બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Before the Rath Yatra in Ahmedabad, Minister of State for Home Harsh Sanghvi inspected the route

ભગવાનની નગરચર્યા / રથયાત્રા પૂર્વે હર્ષ સંઘવીનું મોટું કામ, અમદાવાદમાં 16 કિમી રૂટની સમીક્ષા કરી, સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી

Dinesh

Last Updated: 09:24 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથની મંગળવારે 146મી રથયાત્રા યોજાવાની છે જે રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું હતું

  • રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું
  • જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી
  • 11 IG કક્ષાના, 50 SP, 100 DYSP અને 300 પોલીસ જવાનો તૈનાથ રહેશે


અમદાવાદની ઉત્વસ પ્રેમી જનતા જેની આતૂરતાથી રાહ જોઇ રહી હતી તેવી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓ માટે મોટા ઉત્સવ સમાનના રથયાત્રાને લઈને ધર્મપ્રેમી લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 146મી રથયાત્રાને લઈ પોલીસના વિવિધ રિહર્સલ યોજાઇ રહ્યા છે. તો બીજી તરફ રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું છે.  

'આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે ઉજવાશે'
ભગવાન જગન્નાથની મંગળવારે 146મી રથયાત્રા યોજાવાની છે જે રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું હતું. જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે અને સલામતી સાથે ઉજવાશે તેમજ રથયાત્રાની સમગ્ર સુરક્ષાના મોરચે 26 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિમી રૂટની સમીક્ષા કરાઈ છે. 

રથયાત્રાના બંદોબસ્તમાં 26 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાથ
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 26000થી વધુ સુરક્ષા જવાનો જોડાશે તેમજ 11 IG કક્ષાના, 50 SP, 100 DYSP અને 300 પોલીસ જવાનો સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. તેમણે જણાવ્યું કે, રથયાત્રા પહેલાની આ 'સલામતી યાત્રા' ભાવિક ભક્તો અને રહીશો માટે ઉત્સાહવર્ધક બનશે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ