બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Be prepared! From tomorrow Meghraja will call Bhukka in Gujarat, rain disaster on districts including Ahmedabad, Sabarkantha

અનરાધાર / તૈયાર રહેજો! આવતી કાલથી મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે, અમદાવાદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ પર વરસાદી આફત

Vishal Khamar

Last Updated: 04:08 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેર થવા પામી છે. ત્યારે હવામાન વિભાગ હજુ પણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ
  • 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે

 રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમજ 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. તેમજ મોટા ભાગનાં વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. જેમાં દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં ભારે વરસાદ પડશે.

અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, તાપી તેમજ ડાંગમાં અતિભારે વરસાદ તેમજ વલસાડ, નવસારીમાં પણ ધોધમાર વરસાદ થવાની સંભાવનાં છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે.  ત્યારે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વલસાડ અને નવસારીમાં પડશે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં સીઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. 

અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી છે આગાહી 
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે. 
રાજ્યમાં 61.20 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર 
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 61.20 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 55.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

મગફળી પાકનું પણ 15.84 લાખ હેક્ટરમાં વાવેતર
કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 19.18 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 17.87 લાખ હેક્ટર હતું.રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળી પાકનું પણ 15.84 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ