BCCIએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે 14 સભ્યોની મુખ્ય ટીમની પસંદગી કરવામાં આવી છે.આ લીગમાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચ રમશે. જેમાંથી એક મેચ પાકિસ્તાન સામે પણ રમાશે.
BCCIએ શુક્રવારે સવારે એક મોટી જાહેરાત કરી
એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી
મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત A ની ટીમનું એલાન
આપણે બધા જાણીએ છીએ કે એશિયા કપ 2023ના સ્થળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ આ વિવાદ હજુ અટક્યો નથી. હજુ પણ તેને લઈને ચર્ચા ચઆલી રહી છે. એવામાં આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ શુક્રવારે સવારે એક મોટી જાહેરાત કરી છે.
BCCIએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી
જણાવી દઈએ કે બોર્ડે આગામી ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે 14 સભ્યોની મુખ્ય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ સાથે બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ લીગ તબક્કામાં ત્રણ મેચ રમશે. જેમાંથી એક મેચ પાકિસ્તાન સામે પણ રમાશે.
ભારત A ની ટીમ અને મેચોનું શેડ્યૂલ જાહેર
અંહિયા મહત્વની વાત એ છે કે BCCIએ પુરુષોના એશિયા કપ માટે આ ટીમ જાહેર કરી નથી. હાલ બોર્ડે મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત A ની ટીમ અને મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ માટે ટીમમાં 14 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ 13મી જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન 17 જૂને ટીમ પાકિસ્તાન સામે પણ મેચ રમશે.
જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટ હોંગકોંગમાં રમાશે. આ માટે ટીમોને બે ગ્રુપ A અને Bમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર ટીમો છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને UAE ને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. આ મેચ 12મી જૂનથી શરૂ થઈ રહી છે અને ફાઇનલ મેચ 21 જૂને રમાશે.