રાજસ્થાનમાં બિપોરજોય જાનલેવા બની ગયો છે. ભયાનક ચક્રવાતે બંજાકુડી ગામની 16 વર્ષીય યુવતીનો જીવ લીધો છે.
રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે બિપોરજોય
બંજાકુડી ગામમાં વાવાઝોડાને લીધે એક યુવતીનું નિધન
માઉન્ટ આબુમાં રેકોર્ડ 8 ઈંચ વરસાદ નોંધાયો
ગુજરાતનાં માથેથી તો સંકટ ટળ્યું પરંતુ બિપોરજોય વાવાઝોડાએ હવે રાજસ્થાનમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. રાજસ્થાનમાં આજે સવારથી જ બાડમેર, આબુ, ઉદયપુર, સિરોહી, જાલોર, જોધપુર અને નાગોરમાં ભારે વરસાદની સ્થિતિ છે. હવાની ગતિ 50-60 કિમી પ્રતિ કલાકની છે. આશર 80% રાજસ્થાનમાં વાદળ છવાયેલા છે જ્યારે બાડમેરમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બાડમેરમાં યુવતીનું મૃત્યુ
બાડમેરમાં ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. કલેક્ટર અરુણ પુરોહિતે માહિતી આપતાં જણાવ્યું કે આ જિલ્લાની ગંભીર સ્થિતિને જોતાં NDRFની ટીમને બોલાવવામાં આવ્યું છે. ભયંકર વાવાઝોડાને લીધે પાલીનાં જેતારણ સ્ટેશન ક્ષેત્રમાં 11KVની વીજળી લાઈનનો તાર પડવાને લીધે બંજાકુડી ગામની એક 16 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું છે. મળેલ માહિતી અનુસાર તેનું નામ પૂજા કુમાવત છે. આ દુર્ઘટનામાં એક વાછરડું પણ કરંટને લીધે મૃત્યુ પામ્યું છે.
Today's compilation of videos from #MountAbu as remnants of Cyclone Biparjoy giving extreme rains over the region
— Weatherman Shubham (@shubhamtorres09) June 17, 2023
માઉન્ટ આબુમાં 8.4 ઈંચ વરસાદ, ટ્રેન-ફ્લાઈટ રદ
છેલ્લા 24 કલાકમાં જાલોર, સિરોહી અને બાડમેરમાં બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં રેકોર્ડ 8.4 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે બાડમેર, સિરોહી અને પાલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેલ્વેએ બાડમેરથી પસાર થનારી 14 ટ્રેનોને રદ કરી દીધું છે.એટલું જ નહીં ઉદયપુરથી દિલ્હી અને મુંબઈ જનારી 2 ફ્લાઈટ્સ પણ રદ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા બાડમેરનાં 5 ગામોમાંથી પાંચ હજારથી વધારે લોકોનું સ્થળાંતરણ કરાવવામાં આવ્યું છે.