બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Barbers here give 5000 rupees know about the most expensive city in the world

ના હોય! / OMG! અહીં વાળ કપાવવાના લોકો આપે છે 5000 રૂપિયા, જાણો દુનિયાના સૌથી મોંઘા શહેર વિશે

Arohi

Last Updated: 07:55 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂયોર્ક અને સિંગાપોર સંયુક્ત રીતે વિશ્વના 2 સૌથી મોંઘા શહેર છે. હાલમાં થયેલા એક સર્વેમાં વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.

  • આ છે દુનિયાના સૌથી મોંઘા શહેર 
  • અહીં વાળ કપાવવાના લોકો આપે છે 5 હજાર રૂપિયા 
  • જાણો તેના વિશે ડિટેલ્સ 

ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) ના તાજેતરના અહેવાલમાં સિંગાપોર અને ન્યૂયોર્ક સંયુક્ત રીતે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ સ્થાને છે. EIU એ તાજેતરમાં વિશ્વવ્યાપી કોસ્ટ ઓફ લિવિંગ ઈંડેક્સ 2022 પ્રકાશિત કર્યો છે. 

આ લિસ્ટમાં ન્યૂયોર્ક પ્રથમ સ્થાન પર આવ્યું છે. તેનું એક મોટું કારણ અમેરિકામાં મોંઘવારીનો તીવ્ર વધારો છે. ગયા વર્ષે આ યાદીમાં તેલ અવીવ પ્રથમ સ્થાને હતું જે આ વખતે ત્રીજા નંબરે આવી ગયું છે.

કિંમતોની તુલના કરવામાં આવી 
આ ઇન્ડેક્સમાં દરરોજ ઉપયોગમાં લેવાતા 200થી વધુ ઉત્પાદનોની કિંમતોની તુલના કરવામાં આવી છે. આમાં કપડાં, ભાડું, ખોરાક અને ટ્રાન્સપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ સરખામણી 172 દેશો વચ્ચે કરવામાં આવી છે અને ઈન્ડેક્સની સૌથી વધુ સંખ્યા 100 રાખવામાં આવી છે. એટલે કે ફુગાવો 100 પોઈન્ટમાંથી માપવામાં આવ્યો છે. ન્યૂયોર્ક અને સિંગાપોર બંનેને 100 પોઈન્ટ મળ્યા છે. આ સિવાય તેલ અવીવને 99 પોઈન્ટ્સ મળ્યા છે.

વાળ કપાવવાના લે છે 5000 રૂપિયા 
ન્યૂયોર્કમાં વાળ કાપવાની સરેરાશ કિંમત 55-60 ડોલર છે. જે ભારતીય ચલણમાં લગભગ 5000 રૂપિયા છે. તેવી જ રીતે તમારે લોન્ડ્રી માટે 6 ડોલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. જે લગભગ 500 રૂપિયા છે. એ જ રીતે સિંગાપોરમાં તમારે વાળ કાપવા માટે 60-80 ડોલર ખર્ચવા પડી શકે છે. આ રીતે એક સામાન્ય રેસ્ટોરન્ટમાં 2 લોકોને ખાવાનો ખર્ચ લગભગ 5000 રૂપિયા હોઈ શકે છે.

રશિયા-યુક્રેનનો પ્રભાવ 
રિપોર્ટ અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધે એવરેજ કોસ્ટ ઓફ લિવુંગને દુનિયાના સૌથી મોટા શહેરમાં 8.1 ટકા સુધી વધારી દીધું છે. સાથે જ કોવિડ-19 મહામારીનો પણ તેમાં અમુક હદ સુધી અસર જોવા મળી રહ્યો છે. યુક્રેનમાંથી મળેલા સંઘર્ષના કારણે પશ્ચિમી દેશોમાં રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તેનાથી આપૂર્તિ શ્રૃંખલા પ્રભાવિત થઈ છે અને વસ્તુઓ અને સેવાઓનો ભાવ વધ્યો છે. 

આ ઉપરાંત વધતા વ્યાજ દરો અને એક્સચેંજમાં સતત થઈ રહેલા તાજા ફેરફારોએ પણ મોંઘવારી વધારવામાં યોગદાન આપ્યું છે. આ રિસર્ચની લીડ ઉપાસના દત્તાએ કહ્યુ કે શહેરમાં સરેરાશ મોંઘવારી જે ઉછાળ જોવા મળી રહ્યો છે તે 20 વર્ષમાં સૌથી વધારે છે. 

કયા છે દુનિયાના સૌથી 10 મોંઘા શહેર 
આ રિપોર્ટ અનુસાર દુનિયાના 10 મોંઘા શહેર આ પ્રકારે છે. ન્યૂયોર્ક, સિંગાપુર, તેલ અવીવ, લોસ એન્જેલિસ, હોન્ગ-કોંગ, જ્યુરિક, જેનેવા, સેન ફ્રાન્સિસ્કો, પેરિસ, સિડની અને કોપનહેગન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ