બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Banks will be closed approximately for six days in different states of India due to public holiday and long weekend

બેંક હોલિડે! / બેન્કના કામ હોય તો સત્વરે પતાવી નાખજો, સતત 6 દિવસ બેન્ક રહેશે બંધ, જાણો કેમ

Vaidehi

Last Updated: 06:00 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Holiday: દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં હવે 6 દિવસો સુધી બેંક બંધ રહેશે. આવતાં મંગળવારથી બેંકો ફરી શરૂ થશે.

  • 6 દિવસો સુધી બેંકો બંધ રહેશે
  • દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં બેંક બંધ રહેશે
  • મંગળવારથી ફરી કામ શરૂ થાય તેની સંભાવના

રાજ્યોનાં હિસાબે અલગ-અલગ વિસ્તારમાં હવે 6 દિવસો સુધી બેંક બંધ રહેશે અને મંગળવારે બેંક સંબંધિત કામ ફરી શરૂ થશે. અલગ-અલગ તહેવારોની રજાઓની સાથે લોન્ગ વિકેન્ડ આવી રહ્યો છે. કાલે અને પરમ દિવસે અલગ-અલગ રાજ્યોમાં ઈદ-એ-મિલાદનો તહેવાર ઊજવવામાં આવશે. જો કે જમ્મૂ અને કેરળમાં આજે જ આ તહેવાર ઊજવાયો છે. આ કારણે આ 2 રાજ્યોમાં આજે બેંક હોલીડે હતો. પરંતુ કેટલાક રાજ્યોમાં 28 સપ્ટેમ્બર કે 29 સપ્ટેમ્બરનાં ઈદ ઊજવવામાં આવશે જેથી બેંક બંધ રહેશે.

28 તારીખે અહીં બંધ રહેશે બેંક
ઈદ-એ-મિલાદનાં તહેવારે ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી, છત્તીસગઢ અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.

29 સપ્ટેમ્બરનાં આ સ્થળો પર બેંક બંધ
કેટલાક રાજ્યોમાં શુક્રવાર 29 સપ્ટેમ્બરનાં રોજ ઈદ-એ- મિલાદ ઊજવવામાં આવશે. આ દિવસે સિક્કમ અને શ્રીનગરમાં ઈદની રજાઓ નિમિત્તે બેંક બંધ રહેશે. શનિવારે 30 સપ્ટેમ્બરનાં બેંક ચાલુ રહેશે કારણકે આ મહિનાનો આ પાંચમો શનિવાર છે. જો કે આ દિવસે બેંકનું કામ સ્લો ચાલતુ હોઈ શકે કારણકે ઘણાં કર્મચારીઓ લોન્ગ વિકેન્ડનો પ્લાન કરીને ગયાં હોઈ શકે છે.

સોમવારે પણ બેંક રહેશે બંધ
સોમવારે 2 ઓક્ટોબર છે. 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધી જયંતિ. આ દિવસે આપણાં દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે અને બેંકોમાં પણ રજા રહે છે. તેથી હવે બેંકોમાં વ્યવસ્થિત રીતે કામકાજ મંગળવારથી શરૂ થાય તેવું લાગી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ