Bank Holiday In October 2023: RBIની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં રજાઓ રહેશે. ત્યાં જ રાજ્યના આધાર પર અમુક ક્ષેત્રીય રજાઓ પણ આપવામાં આવશે.
આ મહિનામાં પતાવી લો જરૂરી કામ
ઓક્ટોબરમાં કુલ 16 દિવસ બંધ રહેશે બેંકો
રાજ્યના આધાર પર રહેશે અમુક ક્ષેત્રીય રજાઓ
ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. જો તમે બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આ કામ જલ્દી જ પુરૂ કરી લેજો. કારણ કે ઓક્ટોબર મહિનામાં બેંકમાં બમ્પર હોલિડે છે.
ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સાથે જોડાયેલા કામ પર પડશે. RBIની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં રજાઓ રહેશે.
ત્યાં જ રાજ્યના આધાર પર અમુક ક્ષેત્રીય રજાઓ પણ આપવામાં આવશે. એવામાં આવો જાણીએ કે તમારા વિસ્તારમાં કયા કયા દિવસે બેંકો બંધ રહેશે?