બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Bangladeshi hindu cricketer Litton Das abused for religious conversion
ADVERTISEMENT
નવરાત્રીનો શુભ પર્વ શરૂ થઇ ગયો છે. બધાં જ હિન્દુઓ આ તહેવારને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે. રમતજગત પણ આ તમામ ધાર્મિક પ્રસંગોનો હવે હિસ્સો બનતો નજરે પડે છે ત્યારે બાંગ્લાદેશનાં હિન્દુ ક્રિકેટર લીટન દાસે પણ માતાજીના ફોટાવાળી પૉસેટ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.
#Translation:
— Dibakar Dutta (দিবাকর দত্ত) (@dibakardutta_) September 25, 2022
Zaman: No religion other than Islam has any value on the face of the Earth.
Ferdous: You guys must understand that these idols made of clay won’t do any good. Because these idols are meaningless. This is why you should believe in Allah, your Creator.”
(4/n) pic.twitter.com/8JBYlrWPll
ADVERTISEMENT
પૉસ્ટ શૅર કરતાંની સાથે જ કટ્ટરપંથીઓનાં નિશાના પર બાંગ્લાદેશનાં આ ક્રિકેટરના આવી ગયાં અને ધર્મપરિવર્તન માટે આગ્રહ કરવા લાગ્યાં. જોકે લીટન દાસની આ પૉસ્ટ પર બધા લોકોએ ભડકાઉ કમેંટ્સ કરી નથી. ઘણાં યૂઝર્સે તો આ પૉસ્ટ પર દુર્ગાપૂજા માટે શુભેચ્છા આપતી કમેંટ્સ પણ કરી હતી. પરંતુ કટ્ટરપંથીઓએ તો લીટન દાસને ટ્રોલ જ કરી હતી.
ADVERTISEMENT
મહાલયા પર્વની શુભકામના : લીટન દાસે
લીટને આ પૉસ્ટ ફેસબુક પર શૅર કરી હતી. આ પૉસ્ટમાં તેમણે બંગાળી ભાષામાં લખ્યું કે, 'મહાલયા પર્વની શુભકામના.' લીટન દાસે આ પૉસ્ટ રવિવાર 25 સપ્ટેમ્બરનાં રોજ કરી હતી. ત્રણ દિવસમાં આ પૉસ્ટ પર લગભગ 47 હજારથી પણ વધુ લાઇક્સ આવી ચૂક્યાં છે અને 6.3 હજારથી વધુ યૂઝર્સે કમેંટ કરી છે.
None of this is surprising in the context of Bangladesh. Check this viral video to have a sneak peek into the vicious indoctrination of children in the country's madrassas:https://t.co/Sio9QLWVLi
— Dibakar Dutta (দিবাকর দত্ত) (@dibakardutta_) September 25, 2022
(7/n)
ADVERTISEMENT
એક બાળકનો પણ વીડિયો વાયરલ
કૃષ્ણજન્મ એટલે કે જનમાષ્ટમીના પર્વ પર પણ આ બાંગ્લાદેશી ક્રિકેટરને ટ્રોલ કરવામાં આવ્યો હતો. તે સમયે તો આ ક્રિકેટરને ધમકી પણ મળી હતી. આ ઘટના દરમિયાન એક બાળકનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો જેમાં તે પોતાના ફેવરેટ બાંગ્લાદેશી ક્રિકેટરમાં મશરફ મુર્તજાનું નામ બોલે છે.
બાળકે આ વીડિયોમાં તસ્કીન અહમદ અને શરિફુલને પોતાના ફેવરેટ ક્રિકેટર જણાવ્યાં હતા. આ દરમિયાન બાળકને જ્યારે સૌમ્ય સરકાર વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે સૌમ્યને પસંદ કરતો નથી અને મળવા પણ ઇચ્છતો નથી કારણકે તે ક્રિકેટર હિન્દુ છે.
ADVERTISEMENT
લીટને અત્યાર સુધી 35 ટેસ્ટ, 57 વનડે રમી છે
વિકેટકીપર બેટ્સમેન લીટન દાસ ઓલરાઉન્ડર સૌમ્ય સરકાર ક્રિકેટ ટીમમાં રમતાં ઇન્ટરનેશનલ ખેલાડી છે. તેમણે અત્યાર સુધી 35 ટેસ્ટ, 57 વનડે અને 55 ટી20 મેચ રમી છે. જ્યારે સૌમ્ય સરકારે 16 ટેસ્ટ, 61 વનડે અને 66 ટી20 મેચ રમી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.