બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Bajrang Dal sent Rs 110 crore Defamation notice to Congress, know reason behind it

BIG NEWS / બજરંગ દળ વીફર્યુ: કોંગ્રેસને મોકલી 110 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ, શું એક વાયદો ચૂંટણીની આખી દિશા બદલી નાંખશે?

Megha

Last Updated: 09:17 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજરંગ દળે કોંગ્રેસ સામે માનહાનિ બદલ એક અબજ દસ લાખ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી જેમાં લખવામાં આવ્યું છે કે આ જાહેરાતથી બજરંગ બલીના કરોડો ભક્તોની ભાવનાઓનું અપમાન થયું છે.

  • બજરંગ દળે કોંગ્રેસ સામે માનહાનિ બદલ એક અબજ દસ લાખ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી
  • કહ્યું બજરંગ બલીના કરોડો ભક્તોની ભાવનાઓનું અપમાન થયું
  • કોંગ્રેસે PFI અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું હતું 

કોંગ્રેસના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાતથી નારાજ બજરંગ દળે કોંગ્રેસ સામે માનહાનિ બદલ એક અબજ દસ લાખ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. ચંદીગઢમાં વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલના કો-હેડ એડવોકેટ સાહિલ બંસલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ નોટિસ મોકલવામાં આવી છે.

બજરંગ બલીના કરોડો ભક્તોની ભાવનાઓનું અપમાન થયું
જણાવી દઈએ કે લીગલ નોટિસમાં લખવામાં આવ્યું છે કે આ જાહેરાતથી બજરંગ બલીના કરોડો ભક્તોની ભાવનાઓનું અપમાન થયું છે. આ સાથે જ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 14 દિવસમાં એક અબજ રૂપિયાનું માનહાનિનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ કેસ કોર્ટમાં જશે જે પછી એક અબજ રૂપિયા ઉપરાંત અન્ય દસ લાખ રૂપિયાના મુકદ્દમા ખર્ચનો પણ દાવો કરવામાં આવશે.

કોંગ્રેસે PFI અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું 
જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેના કોંગ્રેસે તેના ઘોષણા પત્રમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાની સ્થિતિમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને બજરંગ દળ જેવા સંગઠનો સામે કડક પગલાં લેવાનું વચન આપ્યું છે. ત્યાર બાદ ગત મંગળવારથી કોંગ્રેસ બજરંગ દળના નિશાના પર છે. 

ભારતીય જનતા પાર્ટીએ તેને બજરંગ બલી સાથે જોડીને કોંગ્રેસ પર હિન્દુત્વ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.

ઘોષણાપત્રમાં શા માટે સામેલ કરવામાં આવ્યો બજરંગ દળનો મુદ્દો ?
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે ઘોષણાપત્ર તૈયાર થઈ રહ્યો હતો ત્યારે એક વિચાર આવ્યો કે કાયદો અને ન્યાય પ્રકરણમાં સમાજમાં નફરત ફેલાવતી સંસ્થાઓનું નામ લીધા વિના તેમની સામે દંડાત્મક પગલાં લેવાનું વચન આપવામાં આવે. જો કે પાછળથી એક કેન્દ્રીય નેતાએ તેને સંતુલિત રાખવા માટે ઘોષણાપત્ર કમિટીના વરિષ્ઠ સભ્યને PFI અને બજરંગ દળ જેવા નામો લખવાનું સૂચન કર્યું. પરિણામે નેતાની વિનંતીને સ્વીકારવામાં આવી હતી, જે બાદ બજરંગ બલી અને પીએફઆઈના નામ કોંગ્રેસના ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવ્યા હતા.

10 મેના રોજ થવાનું છે વોટિંગ 
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. તે પહેલા ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ