બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bageshwae baba dhirendra shastri wite a book on hindu

નેશનલ / આજથી થોડા દિવસ માટે એકાંતવાસમાં ચાલ્યા ગયા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જાણો શું છે કારણ

Arohi

Last Updated: 02:44 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bageshwae Baba Dhirendra Shastri: હનુમાન કથાની સાથે બાગેશ્વર બાબાનું બે દિવસીય મિશન સાઉથ પુરૂ થઈ ગયું. જોકે આ સમયે પણ કથાની સાથે સાથે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વખત ફરી હિંદુ રાષ્ટ્ર અને સનાતન ધર્મનો જ ઝંડો બુલંદ કરવાની જરૂર પર વાત કરી.

  • બાગેશ્વર બાબાનું બે દિવસીય મિશન સાઉથ પુરૂ
  • આજથી થોડા દિવસ માટે એકાંતવાસમાં બાબા 
  • જાણો શું છે કારણ

દક્ષિણ ભારતમાં પ્રવચન બાદ બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતવાસમાં જતા રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આવનાર 5 દિવસ એકાંતમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખશે. બાબા ઈચ્છે છે કે તેમના પુસ્તક દેશની દરેક સ્કૂલોમાં પહોંચે જેનાથી બાળકોને સનાતન ધર્મના વિશે જાણકારી મળી. 

મધ્ય પ્રદેશના મંદસૌરના ખેજડિયામાં હનુમંત કથા મંચથી બાગેશ્વર ધામના પીઠધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કથા કહી છે કે આગળ થોડા દિવસ સુધી એકાંતવાસ પર રહશે. આ સમયે તે હિંદુ ધર્મ પર પુસ્તક લખશે. 

સ્કૂલ કોલેજમાં મફતમાં આપવામાં આવશે આ પુસ્તક 
તેમણે કહ્યું કે આ પુસ્તક સ્કૂલ અને કોલેજમાં મફત વહેચવામાં આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, "લોકો મોટાભાગે આ સવાલ ઉઠાવે છે કે હિંદુ ધર્મ છે શું...? હાલમાં જ આવેલી ધ કેરેલા સ્ટોરી ફિલ્મમાં એક સવાલ કરવામાં આવ્યો હતો કે સનાતન ધર્મ શું છે. તેનો જવાબ આપવા માટે અમે એક પુસ્તક લખી રહ્યા છીએ."

બાબાએ હિંદુ-મુસ્લિમ પર રાજનીતિ કરનારને બતાવ્યો અરીસો 
આ પહેલા હનુમાન કથાની સાથે બાગેશ્વર બાબાનું બે દિવસીય મિશન સાઉથ પુરૂ થઈ ગયું. જોકે તે સમયે પણ કથાની સાથે સાથે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વખત ફરી હિંદુ રાષ્ટ્ર અને સનાતન ધર્મનો જ ઝંડો બુલંદ રાખવાની જરૂરીયાત પર વાત કરી. મંચ પરથી બાબાએ હિંદુ-મુસ્લિમ પર રાજનીતિ કરનારને અરીસો બતાવ્યો. 

સાથે જ ભક્તોને હિંદુ રાષ્ટ્રનો મતલબ પણ સમજાવ્યો. હિંદુ, હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રની વાત કરનાર બાબા બાગેશ્વર બેંગ્લોર ગયા તો તેમના ભક્તોમાં અલગ જ હર્ષો-ઉલ્લાસ જોવા મળ્યા. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કંઈક એવી સ્થિતિ બનાવી કે હવે ભક્ત ફક્ત હિંદુ રાષ્ટ્રની જ વાત કરી રહ્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ